Bhavnagar: આખરે 6 દિવસથી ઉત્તરાખંડમાં ગુમ થયેલા ગુજરાતી પર્વતારોહકનો મળી આવ્યો મૃતદેહ

ભાવનગરના  (Bhavnagar)અર્જુસિંહ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો  છે. હિમ પ્રપાતની  દુર્ઘટના બાદ સતત તેઓની શોધખોળ થઈ રહી હતી.  જ્યારે અન્ય લોકો સલામત રીતે બેઝ કેમ્પ પર પહોંચ્યા હતા પરંતુ અર્જુન સિંહની કોઈ ભાળ મળી નહોતી છેવટે તેમનો મૃતદેહ મળી આવતા  તેમના પરિવારજનો તેમજ મિત્રો  શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

Bhavnagar:  આખરે 6 દિવસથી ઉત્તરાખંડમાં ગુમ થયેલા ગુજરાતી પર્વતારોહકનો મળી આવ્યો મૃતદેહ

પર્વાતરોહક અર્જુનસિંહનો મૃતદેહ બરફ નીચેથી મળી આવ્યો હતો.

ઉત્તરાખંડના (Uttarakhand) દ્રૌપદીના દંડા-2 પર્વત શિખર પર હિમપ્રપાતમાં દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં આબુમાં  (Abu) આવેલી નેહરુ પર્વતારોહણ સંસ્થાના 50થી વધુ તાલીમાર્થી ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ તાલીમાર્થીઓ પૈકી 6 ગુજરાતી તાલીમાર્થીઓનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે માઉન્ટ આબુની નેહરુ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ સંસ્થા  (Mountaineering Institute) ગુજરાત સરકાર હસ્તકની સંસ્થા છે. આ સંસ્થાના વિદ્યાર્થીઓ ટ્રેકિંગના એડવાન્સ કોર્સ અંતર્ગત ઉત્તરકાશીમાં તાલીમ લેવા માટે પહોંચ્યા હતા. આ ઘટનામાં ભાવનગરના (Bhavnagar) અર્જુસિંહ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો  છે. હિમ પ્રપાતની દુર્ઘટના બાદ સતત તેઓની શોધખોળ થઈ રહી હતી.  જ્યારે અન્ય લોકો સલામત રીતે બેઝ કેમ્પ પર પહોંચ્યા હતા, પરંતુ અર્જુન સિંહની કોઈ ભાળ મળી નહોતી છેવટે તેમનો મૃતદેહ મળી આવતા  તેમના પરિવારજનો તેમજ મિત્રો  શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

સાત દિવસ અગાઉ ગયા મંગળવારે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં  (Uttarkashi) ખૂબ જ આંચકાજનક ઘટના બની હતી. નેહરુ પર્વતારોહણ સંસ્થા (NIM)માં ભણવા ગયેલા પર્વતારોહકો અને તેમના ઇન્સ્ટ્રક્ટર ઉત્તરકાશીમાં આવેલા દ્રૌપદી કા દંડા -2 નામના શિખરનું આરોહણ કરવા ગયા હતા. ત્યારે હિમપ્રપાત થયો હતો, જેમાં 29 લોકો ગુમ થયા હતા. એમાં ભાવનગર, ગુજરાતના અર્જુનસિંહ ગોહિલ પણ  સમાવશે થયો  છે.

આ ઘટનામાં ગુજરાતના 06- વ્યક્તિઓમાંથી અમદાવાદના દિપ કનૈયાલાલ ઠક્કર, NIM હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ ઉપરાંત બાકીનાં 04 વ્યક્તિઓમાં રાજકોટના પરમાર ભરતસિંહ, સુરતના ચેતનાબેન રાખોલિયા, ભાવનગરના બારૈયા કલ્પેશભાઈ અને એરફોર્સ જામનગરના સાર્જન્ટ રાકેશકુમાર શર્માને ITBT, NDRF અને Air Force દ્વારા સલામત રીતે રેસ્ક્યુ કરી તા.05  ઓક્ટોબર 2022નાં રોજ નેહરૂ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનીયરિંગ, ઉત્તરકાશી ખાતે રાખવામાં આવ્યા હતા, જ્યારે દીપ કનૈયાલાલ ઠક્કરને તા.06 ઓક્ટોબરના રોજ NIM હોસ્પિટલમાંથી રજા આપતા આપવામાં આવી હતી અને  આ બધાને નેહરૂ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનીયરિંગ, ઉતરકાશી ખાતે રાખવામાં આવ્યા હતા.

જોકે એક માત્ર મિસિંગ એવા અર્જુન  ગોહિલનો મૃતદેહ મળી આવતા તેમના સાથીદારો પણ  શોકમગ્ન થઈ ગયા હતા.આ તાલીમાર્થીઓ ગુજરાત રાજ્યની પર્વતારોહણ સંસ્થાના માનદ ઇન્સ્ટ્રક્ટર પણ છે ઉલ્લેખનીય છે કે માઉન્ટ આબુની નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ સંસ્થા  (Mountaineering Institute) ગુજરાત સરકાર હસ્તકની સંસ્થા છે. આ સંસ્થાના વિદ્યાર્થીઓ ટ્રેકિંગના એડવાન્સ કોર્સ અંતર્ગત ઉત્તરકાશીમાં તાલીમ લેવા માટે પહોંચ્યા હતા.

أحدث أقدم