વાયરલ વીડિયો : પોલીસ બની ગયો ચોર, સૂતેલા વ્યક્તિનો મોબાઈલ ચોરીને થયો ફરાર

ઘણીવાર આવા જ પોલીસ ગેરકાનૂની કામ કરતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પોલીસ જવાન ચોર જેવી હરકત કરતો જોવા મળી રહ્યો છે.

વાયરલ વીડિયો : પોલીસ બની ગયો ચોર, સૂતેલા વ્યક્તિનો મોબાઈલ ચોરીને થયો ફરાર

Viral video

Image Credit source: Twitter

Shocking news: તમારી, તમારા પરિવાર અને તમારા ઘરની સુરક્ષા માટે સરકાર દ્વારા દરેક શહેરમાં પોલીસ તૈનાત કરવામાં આવતી હોય છે. ધાર્મિક કાર્યક્રમો, આતંકી ઘટના, રેલી જેવો પ્રસંગે આ જ પોલીસ શહેરની રક્ષા કરતી હોય છે. શહેરમાં ગેરકાનૂની પ્રવૃતિ નહીં થાય અને કાયદા-વ્યવસ્થાની સ્થિતિ બની રહે તેની જવાબારી પોલીસની હોય છે. પણ ઘણીવાર આવા જ પોલીસ ગેરકાનૂની કામ કરતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પોલીસ જવાન ચોર જેવી હરકત કરતો જોવા મળી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક સીસીટીવી ફૂટેજ જોવા મળી રહી છે. આ ફૂટેજ મોડી રાતની છે. એેક વ્યક્તિ ઈમારતની નીચે દુકાન બહાર ખાટલા પર ઘોર ઊંઘમાં છે. ઠંડીને કારણે તે આખા શરીર પર ચાદર ઓઢીને સૂઈ રહ્યો છે. તેવામાં રાતની ડયૂટી કરતા 2 પોલીસ જવાનો ત્યાંથી પસાર થાય છે. તેવામાં એક પોલીસ જવાનનું ધ્યાન તે સૂતેલા વ્યક્તિ પર જાય છે. તે તેના ખાટલા પાસે જાય છે. બરાબર આસપાસ જોતા તેને તે વ્યક્તિની પાસે એક મોબાઈલ જોવા મળે છે. તે પોલીસ જવાન કોઈને જાણ ન થાય તે રીતે તેનો મોબાઈલ લઈને પોતાના સાથી સાથે ત્યાંથી જતા રહે છે. પણ આખી ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જાય છે. આ ઘટના કાનપુરની છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @aditytiwarilive નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે.  આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોને હજારોની સંખ્યામાં લોકોએ જોયો છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, રક્ષક જ ભક્ષક બનશે તો પ્રજા શું કરશે ? બીજા એક યુઝરે લખ્યુ છે કે, મોંઘવારી એટલી વધી ગઈ છે કે પોલીસે પણ ચોર બનવુ પડે છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

Previous Post Next Post