દક્ષિણ આફ્રિકા સામે વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યરની શાનદાર સદી

[og_img]

  • શ્રેયસ અય્યરે ODI કરિયરની બીજી સદી ફટકારી
  • ઈશાન કિશન સાથે ત્રીજી વિકેટ માટે 161 રનની ભાગીદારી
  • સંજુ સાથે 73 રનની ભાગીદારી કરી ટીમને જીત અપાવી

શ્રેયસે સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચમાં સદી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી મળેલા 279 રનના લક્ષ્યનો પીછો કરતા તેણે 103 બોલમાં સદી ફટકારી હતી. શ્રેયસની વનડે કારકિર્દીની આ બીજી સદી છે.

ODI કરિયરની બીજી સદી 

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન શ્રેયસ અય્યરે રવિવારે ODI કરિયરની બીજી સદી ફટકારી છે. દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી ત્રણ મેચોની શ્રેણીની બીજી મેચમાં આ ખાસ ઈનિંગ રમી હતી. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમે 7 વિકેટે 278 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા મુશ્કેલીમાં ફસાયેલી ટીમને અણનમ 113 રનની મદદથી જીતના દ્વાર સુધી પહોંચાડી દીધી હતી. 45.5 ઓવરમાં ભારતે આ લક્ષ્યાંક 3 વિકેટના નુકસાને હાંસલ કરીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી.

મુશ્કેલ સમયમાં દમદાર બેટિંગ

સાઉથ આફ્રિકા સામેની બીજી વનડેમાં શ્રેયસ અય્યરે મહત્વની ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને સંભાળી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી મળેલા 279 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત સારી રહી ન હતી. બે આંચકાઓ બાદ આ બેટ્સમેને ઈશાન કિશન સાથે મળીને ટીમને મુશ્કેલીથી બહાર કરી અને પછી પોતાની સદી પૂરી કરી.

શ્રેયસની શાનદાર સદી

મુશ્કેલ સમયમાં બેટિંગ કરવા આવતા શ્રેયસે 48 બોલમાં 7 ચોગ્ગા ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ પછી, ઇનિંગ્સને આગળ વધારતા, ટીમને લક્ષ્યની નજીક લઈ ગયો અને 103 બોલમાં 14 ચોગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે ઈશાન કિશન સાથે મળીને ત્રીજી વિકેટ માટે 161 રનની ભાગીદારી કરી હતી. આ પછી સંજુ સેમસન સાથે ચોથી વિકેટ માટે 73 રન જોડી ટીમને જીત સુધી પહોંચાડી હતી.

أحدث أقدم