ઘટનાના પગલે ટ્રેન નંબર 82901 મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ભરૂચ ખાતે અટકાવવામાં આવી છે. અન્ય ટ્રેનો પણ ઘટનાના પગલે લેટ પડી શકે છે. રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ઓવરહેડ કેબલ તૂટી જવાને કારણે રેલ સેવા ખોરવાઈ ગઈ હતી
ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર વચ્ચે રેલવેનો ઓવરહેડ કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો હતો. ઘટર્નાનાઈ જાણ થતા પશ્ચિમ રેલ્વે વડોદરા વિભાગ દ્વારા સમારકામ શરૂ કરાયું હતું. ટ્રેન નંબર 12989 દાદર-અજમેર એક્સપ્રેસના ગાર્ડે ઘટનાની માહિતી આપતા ટેક્નિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સૂત્રો અનુસાર રાતે ૮ વાગ્યાના અરસામાં અંકલેશ્વર-ભરૂચ સેક્શન વચ્ચે ઓવરહેડ વાયર (OHE) તૂટી પડ્યો હતો. ઘટનાના પગલે ટ્રેન નંબર 82901 મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ભરૂચ ખાતે અટકાવવામાં આવી છે. અન્ય ટ્રેનો પણ ઘટનાના પગલે લેટ પડી શકે છે. રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સમારકામ શરૂ કરાયું
ઘટનાની જાણ ટ્રેન નંબર 12989 દાદર-અજમેર એક્સપ્રેસના ગાર્ડ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશને કરવામાં આવતા તાત્કાલિક ટેક્નિકલ ટિમ ઘટનાસ્થળ તરફ રવાના કરાઈ હતી. મુંબઈ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેનને ભરૂચ રેલવે સ્ટેશને અટકાવવાની પણ ફરજ પડી છે. ટેક્નિકલ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સમારકામની કામગીરી શરૂ કરી છે.