الاثنين، 31 أكتوبر 2022

ઈન્દિરા ગાંધીને 'નાની' કહી શ્રદ્ધાંજલિ આપતા પ્રિયંકા વાડ્રાની દીકરી થઈ ટ્રોલ

ટ્વિટર પર પોસ્ટના કેપ્શનમાં એક ભૂલને કારણે હાલમાં તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. મિરાયા એ ઈન્દિરા ગાંધીને ‘નાની’ કહીને સંબોધિત કરી છે. જેને કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેની ટ્વિટ વાયરલ થઈ રહી છે.

ઈન્દિરા ગાંધીને 'નાની' કહી શ્રદ્ધાંજલિ આપતા પ્રિયંકા વાડ્રાની દીકરી થઈ ટ્રોલ

પ્રિયંકા વાડ્રાની પુત્રી મીરાયા ટ્રોલ થઈ

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

આજે ભારતની પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની 38મી પુણ્યતિથિ છે. આ સમય આખો દેશ તેમને યાદ કરીને શ્રદ્ધાજંલિ આપી રહ્યો છે. ગાંધી પરિવાર સહિત દેશના અનેક નેતાઓ સોશિયલ મીડિયા પર ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાજંલિ આપતા જોવા મળ્યા. ઈન્દિરા ગાંધીની પ્રપૌત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાની દીકરી મિરાયા વાડ્રાએ પણ પોતાની પર નાનીને શ્રદ્ધાજંલિ આપી. તેણે આજે ટ્વિટર પર એક ફોટો પણ શેયર કર્યો છે. પણ ટ્વિટર પર પોસ્ટના કેપ્શનમાં એક ભૂલને કારણે હાલમાં તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. મિરાયા એ ઈન્દિરા ગાંધીને ‘નાની’ કહીને સંબોધિત કરી છે. જેને કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેની ટ્વિટ વાયરલ થઈ રહી છે.

મિરાયા વાડ્રા, ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર તેની માતા પ્રિયંકા ગાંધી સાથે જોવા મળી હતી. તેણે પોતાના ટ્વિટ પોસ્ટમાં તેનો ફોટો શેયર કરી લખ્યુ છે કે, આજે નાનીને શ્રદ્ધાજંલિ અર્પિત કરી. બસ આ ભૂલને કારણે ટ્રોલર્સે તેને જોરદાર ટ્રોલ કરી હતી. કેટલાક યુઝર્સ મિરાયા વાડ્રાનો બચાવ પણ કરી રહ્યા છે.

મિરાયા વાડ્રાનું ટ્વિટ

ઈન્દિરા ગાંધી પ્રિયંકા ગાંધીની નાની છે. તે સંબંધથી મિરાયા વાડ્રાની તે પર નાની થઈ. પણ તેણે પોતાની ટ્વિટમાં ઈન્દિરા ગાંધીને નાના કહેતા લોકો એ તેને ટ્રોલ કરી હતી. જુઓ મિરાયા વાડ્રાના ટ્વિટ પર લોકોની પ્રતિક્રિયા.

લોકોની પ્રતિક્રિયાઓ

પ્રિંયકા વાડ્રાની દીકરી મિરાયા વાડ્રા ભલે લાઈમલાઈટથી દૂર રહે છે. પણ તે તેના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ટ્વિટર પર પણ તેની સારી એવી ફેન ફોલોઈંગ છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.