પુતિન યુક્રેનમાં નહીં કરે પરમાણુ હુમલો, કહ્યું- પશ્ચિમી દેશો નથી ઈચ્છતા કે યુદ્ધ ખત્મ થાય

પણ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે પરમાણુ હથિયારના ઉપયોગની વાતથી ઈનકાર કર્યો છે. તેમણે કહ્યુ છે કે , રશિયાનો એવો કોઈ ઈરાદો નથી. તેમણે યુક્રેન સાથે સંઘર્ષને પશ્ચિમના દેશોના વૈશ્વિક પ્રભુત્વને સુરક્ષિત કરવાના પ્રયાસોનો ભાગ ગણાવ્યુ હતુ.

પુતિન યુક્રેનમાં નહીં કરે પરમાણુ હુમલો, કહ્યું- પશ્ચિમી દેશો નથી ઈચ્છતા કે યુદ્ધ ખત્મ થાય

પુતિન યુક્રેનમાં પરમાણુ હુમલો નહીં કરે

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 9 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યુ છે. આ યુદ્ધને કારણે અનેક પરિવારો વેરવિખેર થયા, અનેક લોકો માર્યા ગયા અને અનેક લોકોના ભવિષ્ય અંધારામાં મુકાયા. પણ યુદ્ધ હજુ ખત્મ થવાનું નામ જ નથી લેતુ. યુક્રેન અને રશિયા વચ્ચેના આ યુદ્ધમાં અનેક ખતરનાક મિશાઈલ સહિત બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલમાં યુક્રેન અને રશિયાના યુદ્ધમાં તણાવ વધ્યો છે. જેના કારણે પરમાણુ હથિયારના ઉપયોની શકયતા સેવાઈ રહી હતી. પણ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે પરમાણુ હથિયારના ઉપયોગની વાતથી ઈનકાર કર્યો છે. તેમણે કહ્યુ છે કે , રશિયાનો એવો કોઈ ઈરાદો નથી. તેમણે યુક્રેન સાથે સંઘર્ષને પશ્ચિમના દેશોના વૈશ્વિક પ્રભુત્વને સુરક્ષિત કરવાના પ્રયાસોનો ભાગ ગણાવ્યુ હતુ.

પુતિને આંતરરાષ્ટ્રીય વિદેશ નીતિ વિશેષજ્ઞોના એક સમ્મેલનને સંબોધિત કરતા કહ્યુ કે, રશિયા માટે યુક્રેન પર પરમાણુ હથિયારનો ઉપયોગ કરવુ નિરર્થક છે. અમને આની જરુર નથી જણાતી. તેમાં રાજનીતીક કે સેન્યનો કોઈ ઈરાદો જ નથી. તેમણે એ વાત પર જોર આપ્યુ કે વૈશ્વિક પ્રભત્વમાં પશ્ચિમના દેશોના પ્રયાસોને નિષ્ફળ બનાવવુ.

ખતરનાક, લોહિયાળ અને ગંદી રમત

પુતિને પોતાના લાંબા ભાષણમાં અમેરિકા અને તેના સાથી દેશો પર ઉગ્ર નિશાન સાધ્યુ હતું. તેમણે અમેરિકા અને તેના સાથી દેશો પર વર્ચસ્વની “ખતરનાક, લોહિયાળ અને ગંદી” રમતમાં અન્ય દેશો પર તેમની શરતો લાદવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. પુતિને દલીલ કરી હતી કે વિશ્વ એક નિર્ણાયક તબક્કે છે જ્યાં પશ્ચિમ હવે માનવજાત પર તેની ઇચ્છા લાદવામાં સક્ષમ નથી, પરંતુ તેમ છતાં તેમ કરવાનો પ્રયાસ કરે છે અને મોટાભાગના દેશો હવે તેને સહન કરવા માંગતા નથી. તેમણે દાવો કર્યો હતો કે પશ્ચિમી નીતિઓ વધુ અરાજકતા તરફ દોરી જશે.

પશ્ચિમી દેશો વૈશ્વિક પ્રભુત્વ હાંસલ કરવા માંગે છેઃ

પુતિને પશ્ચિમી દેશો પર યુક્રેનમાં સંઘર્ષને પ્રોત્સાહન આપીને વૈશ્વિક વર્ચસ્વ હાંસલ કરવાનો આરોપ લગાવ્યો. આંતરરાષ્ટ્રીય નીતિ નિષ્ણાતોની એક પરિષદમાં, પુતિને યુક્રેન સામે ખતરનાક અને લોહિયાળ વર્ચસ્વની રમતમાં અમેરિકા અને તેના સાથી દેશો પર અન્ય દેશોને તેમની શરતો નક્કી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો. આ વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયાએ તેના સૈનિકોને હુમલાના હેતુથી યુક્રેન મોકલ્યા હતા. રશિયન નેતાએ ચેતવણી આપી હતી કે જે કોઈ આ સંઘર્ષને પ્રોત્સાહન આપશે તે મુશ્કેલીને આમંત્રણ આપશે.