[og_img]
- આજે સમગ્ર ગુજરાતમાં જોવા મળ્યું આંશિક સૂર્યગ્રહણ
- આંશિક ગ્રહણ અનુક્રમે સાંજે 6.03 કલાકે સમાપ્ત થયું હતું
- 500થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને લોકોએ ભાગ લીધો
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા પાટણમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે.
આજે 25 ઓક્ટોબર 2022 ના રોજ રિજિયોનલ સાયન્સ સેન્ટર તથા ગુજકોસ્ટ પ્રેરિત અને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત પુનાભાં લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા આંશિક સૂર્યગ્રહણ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ કાર્યક્રમમાં 500 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકો ભાગ લીધો હતો. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ આવેલ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને લોકો ને વિજ્ઞાન અને ટેકનોલોજીને લોકપ્રિય બનાવવામાં સાયન્સ સેન્ટરની ભૂમિકા વિશે સમજાવ્યું હતું અને આ સેન્ટરની વિવિધ ગેલેરિયોના પ્રદર્શન વિશે ટૂંકમાં માહિતી આપી હતી. ત્યારબાદ, કોર્ડીનેટર વનવીરભાઈ ચૌધરી સૂર્યગ્રહણ વિશે ટૂંકમાં માહિતી આપી હતી.
ત્યારબાદ, સાયન્સ સેન્ટરના નિષ્ણાત ગાઈડ અને પુનાભાં લોકવિજ્ઞાન કેન્દ્ર ના સાયન્સ કોમ્યુનિકેટર નિકુંજ ભાઈ અને ચૌધરી દર્શનભાઈ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું કે આજનુ આંશિક સૂર્યગ્રહણ આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ હતું. આંશિક સૂર્યગ્રહણ ગુજરાત અને દેશના પશ્ચિમ ભાગમાં જોવા મળ્યું હતું. આંશિક સૂર્યગ્રહણ પૃથ્વીના ધ્રુવીય પ્રદેશોમાં થાય છે જ્યારે ચંદ્રના પડછાયાનું કેન્દ્ર પૃથ્વીથી ચૂકી જાય છે. આ આંશિક સૂર્યગ્રહણ ગુજરાતના તમામ ભાગોમાં દેખાયું હતું. આંશિક ગ્રહણ સાંજે 4.38 કલાકે શરૂ થયું હતું અને મહત્તમ ગ્રહણ સાંજે 5.37 કલાકે થયું હતું. આંશિક ગ્રહણ અનુક્રમે સાંજે 6.03 કલાકે સમાપ્ત થયું હતું.
આ એક ખૂબ જ ઊંડું આંશિક ગ્રહણ હતું, જેમાં 1 કલાક 52 મિનિટનો સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની વચ્ચે સંતા કુકડીની રમત થઇ હતી. સૂર્યગ્રહણ એ એક આકર્ષક અવકાશી ઘટના છે. સૂર્યગ્રહણના અવલોકન માટેનો નંબર વન નિયમ એ છે કે યોગ્ય ફિલ્ટરનો ઉપયોગ કરીને વ્યક્તિની આંખોનું રક્ષણ કરવાની ખાતરી કરવી. આ જાગૃતિ કાર્યક્રમના તમામ સહભાગીઓએ સૂર્યગ્રહણની વિગતો જાણ્યા પછી ખૂબ જ આનંદિત થયા હતા.