પોલીસ સ્ટેશનમાં તમામ લોકો આ બાળકની નાદાની જોઈને હસી પડે છે. મહિલા પોલીસકર્મી પણ તે બાળકની લાગણીને માન આપીને હસતા હસતા તેના મમ્મી વિરુદ્ઘ ફરિયાદ નોંધે છે. આ વીડિયો ક્યાનો છે તે જાણવા નથી મળ્યુ, પણ આ વીડિયો લોકોને ખુબ મનોરંજન આપી રહ્યો છે.
છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter
રમુજી વિડિઓ: નાના બાળકો સૌને પ્રિય હોય છે. તેમની નાદાની અને સુંદર ચહેરાને જોઈને જોઈ સૌ કોઈ તેમના પ્રત્યે આકર્ષિત થઈ તેમની સાથે વાતો કરી તેમને રમાડતા હોય છે પણ જેમ જેમ કેટલાક બાળકો મોટા થાય છે તેમ તેમ તેમની ધમાલ વધી જાય છે. તેમને કાબુમાં રાખવા માટે કેટલાક વાલીઓ કેટલાક કડક પગલા પણ લે છે પણ આજકાલના બાળકો એટલા ચાલાક થઈ ગયા છે કે તમે કલ્પના પણ ન કરી હોય તેવા કામ કરવા લાગે છે. નાના બાળકો હવે તેમના વાલી કરતા વધારે સ્માર્ટફોન વિશે જાણકારી રાખે છે. હાલમાં એક બાળકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (વાઈરલ વિડીયો) થઈ રહ્યો છે. આ બાળક તેની મમ્મી વિરુદ્ઘ ફરિયાદ નોંધાવા આવ્યો છે.
આ વાયરલ વીડિયોમાં તમે એક મહિલા પોલીસકર્મી સાથે એક નાના બાળકને જોઈ શકો છો. આ વીડિયો કોઈ પોલીસ સ્ટેશન બહારનો હોય તેવુ લાગી રહ્યુ છે. મહિલા પોલીસકર્મીના હાથમાં એક પેડ પર કેટલાક કાગળ છે, જેના પર તે બાળકના કહેવા પર ફરિયાદ નોંધી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ નાનકડો બાળક તેની મમ્મી વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી રહ્યો છે. તેની ફરિયાદ એ હતી કે તેની મમ્મી તેને ચોકલેટ નથી આપતી અને તેની ચોકલેટ ચોરી લે છે. તેમને જેલમાં નાંખો. તે તેની મમ્મી વિરુદ્ઘ બીજી ઘણી ફરિયાદ કરે છે. અંતે તે ફરિયાદ નોંધાવી કાગળ પર સાઈન પણ કરે છે.
પોલીસ સ્ટેશનમાં તમામ લોકો આ બાળકની નાદાની જોઈને હસી પડે છે. મહિલા પોલીસકર્મી પણ તે બાળકની લાગણીને માન આપીને હસતા હસતા તેના મમ્મી વિરુદ્ઘ ફરિયાદ નોંધે છે. આ વીડિયો ક્યાનો છે તે જાણવા નથી મળ્યુ, પણ આ વીડિયો લોકોને ખુબ મનોરંજન આપી રહ્યો છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
માતાએ માસૂમને માર્યો થપ્પડ, પોલીસ સ્ટેશન પહોંચી, કહ્યું- મા મારી ચોકલેટ ચોરી, જેલમાં મોકલો #બુરહાનપુરpic.twitter.com/8dbVVj7mTH
— ગૌરવ અગ્રવાલ (@GauravAgrawal) ઑક્ટોબર 17, 2022
આ મજેદાર વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, બચ્ચે મન કે સચ્ચે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, મને પણ બાળપણમાં મારી મમ્મી માટે આવી જ ફરિયાદ હતી. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, ભવિષ્યમાં આવી ઘટના સામાન્ય બની જશે.