અરવિંદ કેજરીવાલના કંસ અંગેના નિવેદન પર ભાજપનો પ્રહાર, કૃષ્ણના અસ્તિત્વને નકારનારા પ્રજાને કંસ કહી રહ્યા છે

Ahmedabad: ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વીજ પટેલે અરવિંદ કેજરીવાલના કંસની ઔલાદોવાળા નિવેદન સામે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે કૃષ્ણના અસ્તિત્વને નકારનારા પ્રજાને કંસ કહી રહ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Oct 08, 2022 | 11:02 PM

વડોદરા (Vadodara)માં લાગેલા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના પોસ્ટર મુદ્દે કેજરીવાલે પોસ્ટર લગાવનારાઓને કંસની ઔલાદો કહ્યા હતા. ત્યારે આ મુદ્દે હવે ભાજપ (BJP) પણ પલટવાર કર્યો છે. કેજરીવાલના કંસ અંગેના નિવેદન બાદ ભાજપની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપ નેતા ઋત્વીજ પટેલે કહ્યું કે શ્રી કૃષ્ણના અસ્તિત્વને નકારનારા પ્રજાને કંસ કહી રહ્યાં છે.

ઋત્વીજ પટેલે કહ્યું કે કેજરીવાલની વિચારધારા તેમના જ એક કેબિનેટ મંત્રીએ રજૂ કરી હતી. જેમાં તેમણે શપથ લેવડાવ્યા હતા કે આજ પછી અમે કૃષ્ણને નહીં માનીએ. આ પ્રકારનો શપથ લેવડાવતો વીડિયો વાયરલ થયા બાદ તેનો પ્રચંડ જન આક્રોશ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ઠેર ઠેર ફાટી નીકળ્યો અને તેમની સામે બેનર લાગ્યા. એ જ પ્રજાને આજે અરવિંદ કેજરીવાલ કંસ કહી રહ્યા છે. ઋત્વીજ પટેલે વધુમાં ઉમેર્યુ કે કૃષ્ણના અસ્તિત્વને નકારનારા અરવિંદ કેજરીવાલ પોતાને કૃષ્ણ ગણાવી રહ્યા છે.

આ સાથે તેમણે કેજરીવાલને મહાઠગ અને ગપ્પીદાસ કહીને પ્રહાર કર્યો. તેમણે કહ્યું કેજરીવાલને ગુજરાતની જનતા બરાબર ઓળખે છે અને હિંદુ વિરોધી અરવિંદ કેજરીવાલને ગુજરાતની જનતા બરાબર પાઠ ભણાવશે. આ તરફ દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ પણ ટ્વિટ કર્યું છે કે કેજરીવાલને અહંકાર આવી ગયો છે. આ અહંકાર લોકતંત્રમાં સર્વનાશનું કારણ બનશે. “