રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરાઇ

[og_img]

  • ભાવનગર, સુરત, ભરૂચ, ડાંગમાં ભારે વરસાદની આગાહી
  • વલસાડ, નવસારી, વડોદરામાં પણ વરસાદ આવશે
  • રાજ્યમાં 11 ઓક્ટોબરથી વરસાદનું જોર ઘટશે

ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી છે. તેમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભાવનગર, સુરત, ભરૂચ, ડાંગ, વલસાડ, નવસારી, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે. જેમાં 11 ઓક્ટોબરથી વરસાદનું જોર ઘટશે. તથા વરસાદનું જોર ઘટતા ગરમીનું પ્રમાણ વધશે.
હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ થયાના અહેવાલ છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની કરેલી આગાહીને પગલે ડાંગ જિલ્લામાં ભારે બફારા બાદ અચાનક વરસાદ શરૂ થયો હતો અને જિલ્લાના મુખ્યમથક આહવા, વઘઈ, સુબીર સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો હતો. સૌથી વધુ 4 ઇંચ વરસાદ સુબીરમાં નોંધાયો હતો. હાલે ચોમાસુ ડાંગર પાકી ગઈ છે, અનેક કાપણીની સિઝનમાં વરસાદ પડવાથી પાક બગડવાની સાથે શિયાળુ પાક, શાકભાજી, હલકા ધાન્ય પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાઇ રહી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી
પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે અને સમગ્ર જિલ્લામાં સરેરાશ 36 મિમિ. કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 72 મિલીમીટર મોરવાહડફ તાલુકામાં અને સૌથી ઓછો શહેરા અને જાંબુઘોડા તાલુકામાં 12 મિલીમીટર વરસાદ નોધાયો છે. આવનારી સિઝન માટે ખેડૂતોને ખેડ અને તૈયારી કરવા માટે આ વરસાદ ઉપયોગી નિવાડતા ખુશી છવાઈ તો ક્યાંક ઊભા પાકને નુકસાન થતાં ચિંતાનો માહોલ પણ છવાયો. હવામાન ખાતાની આગાહીના પગલે હજુ એક-બે દિવસ વરસાદ વર્ષે તેવી સંભાવના હોવાથી, આજે ત્રીજા દિવસે પણ વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યું છે.

أحدث أقدم