હવે રોબોટની મદદથી થશે પિઝાની હોમ ડિલીવરી, તેની પહેલી ઝલકનો વીડિયો થયો વાયરલ

ટેકનોલોજીના માધ્યમથી લોકો બજારમાં ગયા વગર ઘર બેઠા સામાન મંગાવી શકે છે. હાલમાં એક પિઝા કંપનીને રોબોટની મદદથી હોમ ડિલીવરી કરવાનો વિચાર આવ્યો છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો (Viral Video) છે.

હવે રોબોટની મદદથી થશે પિઝાની હોમ ડિલીવરી, તેની પહેલી ઝલકનો વીડિયો થયો વાયરલ

viral video

Image Credit source: Twitter

Pizza delivery through robot: આધુનિક યુગમાં એવી ઘણી ટેકનોલોજીનો વિકાસ થયો છે, જેને જોઈને દુનિયા દંગ રહી ગઈ છે. નવી ટેકનોલોજીના કારણે લોકોના કામ સરળ થયા છે. ટેકનોલોજીની મદદથી લોકોનો સમય પણ બચી રહ્યો છે. પણ તેની સાથે સાથે ભવિષ્યમાં લોકોની નોકરી માટે પણ તે ખતરો બની શકે છે. પહેલાના સમયમાં કારખાનાઓમાં કામદારોની મદદથી ઉત્પાદનની પ્રક્રિયા, પેકિંગની પ્રક્રિયા થતી હતી. પણ હવે તે કામ ઓટોમેટિક રોબોટ મશીન કરવા લાગ્યા છે. ટેકનોલોજીના માધ્યમથી લોકો બજારમાં ગયા વગર ઘર બેઠા સામાન મંગાવી શકે છે. હાલમાં એક પિઝા કંપનીને રોબોટની મદદથી હોમ ડિલીવરી કરવાનો વિચાર આવ્યો છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ  (Viral Video) થયો  છે.

આ વાયરલ વીડિયો કેનેડાનો છે. કેનેડામાં એક પિઝા કંપનીએ રોબોટથી પિઝાની હોમ ડિલીવરી કરવાના વિચારને ભવિષ્યમાં લાગુ કરવા તેનુ ટ્રાયલ કર્યુ હતુ. આ વીડિયો એ જ રોબોટથી પિઝાની હોમ ડિલીવરીનો ટ્રાલય વીડિયો છે. તેના માટે એક રોબોટિક્સ કંપની સાથે પાર્ટનરશિપ કરી છે.આ ટ્રાયલ સફળ રહ્યુ છે તેથી તેને બીજા દેશોમાં પણ શરુ કરવામાં આવશે. ભવિષ્યમાં ભારતમાં પણ રસ્તા પર રોબોટ ફરતા દેખાય તે વાતમાં કોઈ નવાઈ નથી. તમારા સરનામાના પિન નંબરની મદદથી તમારા નજીકના આઉટલેટ પરથી રોબોટ તમારા ઘર સુધી પિઝાની ડિલીવરી આપવા આવશે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

આ વીડિયો પણ થઈ રહી છે વાયરલ

દુનિયામાં મોટાભાગના લોકો આવી ટેકનોલોજીનો વિરોધ કરી રહ્યા છે. તે લોકોનું માનવુ છે કે તેનાથી માણસોની નોકરી જશે. પિઝાની હોમ ડિલીવરી કરતા રોબોટનો બીજો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં કેટલાક તોફાની તત્ત્વો રોબોટને નુકશાન પહોંચાડતા જોવા મળી રહ્યા છે. ભવિષ્યમાં માણસો અને રોબોટ વચ્ચે આવા ઘર્ષણ થાય તે વાતમાં પણ નવાઈ નહીં.

أحدث أقدم