ગીર સોમનાથના(Gir Somnath)ગીર ગઢડા તાલુકાના કાંધી ગામ જ્યા રાવળ નદી પર બ્રિજ ન(Bridge)હોવાના કારણે 15 થી વધુ ગામોના લોકો હેરાન થાય છે. જેમા વારંવાર સરકાર પાસે બ્રિજની માંગ કરી રહ્યા છે પરંતુ આજ દિન સુધી બ્રિજ ન બનતા હવે ગામ લોકો નદીમાંથી પસાર થવા જાતે જ પાળ બનાવી રહ્યા છે.
ગીર ગઢડા ગામનો પુલ
ગીર સોમનાથના(ગીર સોમનાથ)ગીર ગઢડા તાલુકાના કાંધી ગામ જ્યા રાવળ નદી પર બ્રિજ ન(પુલ)હોવાના કારણે 15 થી વધુ ગામોના લોકો હેરાન થાય છે. જેમા વારંવાર સરકાર પાસે બ્રિજની માંગ કરી રહ્યા છે પરંતુ આજ દિન સુધી બ્રિજ ન બનતા હવે ગામ લોકો નદીમાંથી પસાર થવા જાતે જ પાળ બનાવી રહ્યા છે. અને કાંધી ગામના સરપંચ દ્વારા પોતાના સ્વખર્ચે નદીમાં મટીરીયલ નાખી લોકો ની સમસ્યા દૂર કરાય છે. બીજી તરફ રાજ્ય મા વિધાનસભા ની ચૂંટણી ને લઈ સરકાર વિકાસ ની મોટી મોટી વાતો કરી રહી છે. એટલુંજ નહિ વિકાસ ની ગૌરવ યાત્રા પણ કાઢવામાં આવી છે પરંતુ સરકાર ના કામો ની ચાડી ખાતા વિડિઓ ગીર ગઢડાના કાંધી ગામથી સામે આવ્યા છે.
આ ગામના લોકોને ગીર ગઢડા જવા માટે જો બ્રિજ બને તો મિનિટો મા ગીર ગઢડા પહોંચી શકે. બ્રિજ ન હોવાના કારણે આશરે 15 ગામના લોકો ને પ્રથમ ઉના અને ત્યાંથી ગીર ગઢડા એટલે કે 50 km લાબું ફરવા ની ફરજ પડી રહી છે. અને એટલેજ નેતા અને સરકાર થી કંટાળેલા લોકો હવે પોતાના જ સ્વ ખર્ચે નદી પર સેતુ બનાવવાની કામગીરી હાથ ધરી છે.સમસ્યા દાયકા જૂની છે, દેશ આઝાદ થયું ને વર્ષો વીતી ગયા. પરંતુ ગીર ગઢડા ના કાંધી ગામથી રાવલ નદી પસાર થઈ ઉના – ગીર ગઢડા ના 15 થી વધુ ગામોના લોકો આજે પણ 50 કિલો મીટર નું અંતર કાપી ફરવા જાય છે. જે જરૂરિયાતને ગામલોકોએ લોકભાગીદારીથી પૂર્ણ કર્યું છે.
(ઈનપુટ સાથે, યોગેશ જોષી, ગીર સોમનાથ)