الاثنين، 10 أكتوبر 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» દીપિકા પાદુકોણના આ સિમ્પલ લુકને તમે પણ રિક્રિએટ કરી શકો છો, જાણો આ સૂટની કિંમત
Oct 10, 2022 | 11:23 PM
TV9 GUJARATI | Edited By: Ashvin Patel
Oct 10, 2022 | 11:23 PM
દીપિકા પાદુકોણ તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. અભિનેત્રીએ પિંક કલરનો સૂટ પહેર્યો છે. દીપિકાના ફેન્સને તેની સિમ્પલ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે. તેના આ લુકને કોમ્પ્લિમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે કે નેચરલ બ્યુટી. આવો જાણીએ આ સૂટની કિંમત.
દીપિકા પાદુકોણ પિંક કલરના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે પોતાના વાળને બનમાં બાંધ્યા છે. આ સાથે સફેદ રંગનું પેન્ટ અને કોલ્હાપુરી ફૂટવેર કેરી કર્યા છે. આ સૂટ સાથે પિંક કલરના દુપટ્ટાની પણ જોડી છે. દેખાવને પૂર્ણ કરવા માટે મિનિમલ મેકઅપ કરવામાં આવ્યો છે.
જો તમે પણ દીપિકાના આ લુકને રિક્રિએટ કરવા માંગો છો, તો જણાવી દઈએ કે આ પ્રકારના કુર્તા અનાવિલાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ સૂટની કિંમત 22 હજાર રૂપિયા છે. તમે આ કુર્તા સેટ ઓનલાઈન પણ ખરીદી શકો છો.
તહેવારોની સિઝનમાં મહિલાઓ મોટાભાગે એથનિક પોશાક પહેરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં જો તમે તમારો લુક સિમ્પલ રાખવા માંગતા હોવ તો તમે આ પ્રકારનો સૂટ પણ પહેરી શકો છો. તે તમને ફ્રેશ લુક પણ આપશે.
તમે આ પ્રકારના સૂટ સાથે જ્વેલરી કેરી કરી શકો છો. તમે આ સૂટ સાથે ઓક્સોડાઇઝ જ્વેલરી પહેરી શકો છો. વાળને વેવી હેરસ્ટાઇલ આપી શકો છો. દેખાવને પૂર્ણ કરવા માટે કપાળ પર બિંદી લગાવો.