લેપટોપ ચોર્યા બાદ ચોરે માલિકને મોકલ્યો ઈ-મેલ, લખી એવી વાત કે વાંચીને દંગ રહી ગયા લોકો

હાલમાં એક આવી જ ઘટનાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એક ચોરે લેપટોપ ચોરી કરીને તેના જ માલિકને માફી માંગતો ઈ-મેલ કર્યો હતો. જેનો સ્ક્રિનશોર્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

લેપટોપ ચોર્યા બાદ ચોરે માલિકને મોકલ્યો ઈ-મેલ, લખી એવી વાત કે વાંચીને દંગ રહી ગયા લોકો

વાયરલ સમાચાર

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

કોઈપણ વધારાની મહેનત વગર અને સરળતાથી પૈસા મેળવવા દુનિયામાં ઘણા લોકો ચોરીનો રસ્તો અપનાવતા હોય છે. ભૂતકાળમાં આપણે ઘણા ચોરીના કિસ્સા સાંભળ્યા છે. ઘણા ચોરીના કિસ્સામાં ચોર ક્યારેય પકડાયા નથી, ઘણા ચોરીના કિસ્સામાં ચોરની સાથે ચોરી કરેલ સામાન પણ મળ્યા છે. પણ ઘણા કિસ્સામાં ચોર ચોરી કરીને માફીનો સંદેશ છોડીને પણ જતા હોય છે. હાલમાં એક આવી જ ઘટનાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એક ચોરે લેપટોપ ચોરી કરીને તેના જ માલિકને માફી માંગતો ઈ-મેલ કર્યો હતો. જેનો સ્ક્રિનશોર્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ચોરે લેપટોપના માલિકને તેની ભૂલ માટે માફી માંગતો ઈ-મેલ મોકલ્યો છે. આ સાથે ચોરે લખ્યું છે- ‘કેવી રીતે ભાઈ? ગઈકાલે મેં તમારું લેપટોપ ચોરી લીધું હતું. મને પૈસાની સખત જરૂર હતી. મારી જરૂરિયાતો પૂરી કરવા માટે હું ઘણો સંઘર્ષ કરી રહ્યો હતો.’ ચોરે નમ્રતા સાથે આગળ લખ્યું, ‘મેં જોયું કે તમે સંશોધન પ્રસ્તાવ પર કામ કરી રહ્યા છો. મેં તે ફાઈલ ઈ-મેલ સાથે જોડી દીધી છે. જો તમને અન્ય કોઈ ફાઇલની જરૂર હોય, તો મને સોમવારે બપોરે 12 વાગ્યા પહેલા ચેતવણી આપો. કારણ કે હું લેપટોપ વેચનાર છું. મારો પણ એક ગ્રાહક છે. હું ફરી એકવાર માફી માંગુ છું

આ રહી એ વાયરલ ટ્વિટ

ટ્વીટર પર ઈ-મેલનો સ્ક્રીનશોટ શેર કરતા માલિકે લખ્યું છે- ચોરનો ઈ-મેલ વાંચીને મારા મગજમાં ઘણા વિચારો આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ચોરે લેપટોપ માલિકના ઈ-મેલનો ઉપયોગ કરીને તેને કેટલીક મહત્વપૂર્ણ ફાઈલો મોકલવાની સાથે લેપટોપ ચોરી કરવાની તેની મજબૂરી પણ જણાવી હતી. આ પોસ્ટ લખાઈ ત્યાં સુધી 2.4 લાખથી વધુ લોકોએ આ પોસ્ટને લાઈક કરી છે, જ્યારે લગભગ 30 હજાર લોકોએ તેને રીટ્વીટ કરી છે.

Previous Post Next Post