Thursday, October 20, 2022

રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના

[og_img]

  • મૃતક રાજકોટના નિલાખા ગામના વતની હતા
  • કાર ચાલક અકસ્માત કરીને ભાગી ગયો હતો
  • સમગ્ર ઘટનાની તપાસ ઉપલેટા પોલીસે શરૂ કરી


રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર અજાણ્યા કાર ચાલકે સાયકલ ચાલકને અડફેટે લેતા આધેડનું ઘટના સ્થળે મોત થયું હતું. રાજકોટ જિલ્લાના નિલાખા ગામના 75 વર્ષિય બાવનભાઈ નથુભાઈ રાઠોડ સાયકલ લઈ કામ અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન રાજકોટના નેશનલ હાઈવે પર વરજાંગ જાળીયા ગામના પાટીયા પાસે કોઈ અજાણ્યા કાર ચાલકે તેમને અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ થઈ હોવાનું સામે આવતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ગાડી ચાલક અકસ્માત કરીને ભાગી ગયો હોવાનું સામે આવ્યુ છે. હાલ આ ઘટના બાદ મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતની ઘટના અંગે જાણ થતા ઉપલેટા પોલીસ સમગ્ર બાબતે તપાસ હાથ ધરી કારચાલકની શોધખોળ હાથ ધરી છે. 

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.