ચહલ પર્થમાં લેડી શેન વોર્નને મળ્યો, ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ

[og_img]

  • ચહલ ઑસ્ટ્રેલિયન લેગ-સ્પિનર ​​અલાના કિંગને મળ્યો
  • અલાનાએ ચહલ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો
  • પશ્ચિમ ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચ બાદ બંનેની મુલાકાત

ભારતીય લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચ બાદ ઑસ્ટ્રેલિયન લેગ-સ્પિનર ​​અલાના કિંગને મળ્યો. લેડી શેન વોર્નના હુલામણા નામથી ઓળખાતી આ ખેલાડીએ ચહલ સાથે મીટિંગનો ફોટો શેર કરતા ચહલનો આભાર પણ માન્યો હતો.

બીજી વોર્મઅપ મેચ

ભારતીય ટીમ T20 વર્લ્ડકપમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયામાં છે. ટૂર્નામેન્ટ 16 ઓક્ટોબરથી શરૂ થશે. તે પહેલા ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ કરી રહી છે. ભારતે પર્થના WACA મેદાન પર વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે વોર્મ-અપ મેચ રમી હતી. ટીમનો કેમ્પ પણ આ મેદાન પર જ છે. ગુરુવારે પણ ભારતે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી હતી અને તેમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

બે લેગ સ્પિનરોની મુલાકાત

ભારતીય ટીમના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે ઓસ્ટ્રેલિયાની મહિલા લેગ સ્પિનર ​​અલાના કિંગ સાથે મુલાકાત કરી હતી. અલાનાએ આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. મહિલા બિગ બેશમાં પર્શ સ્કોર્ચર્સ માટે રમે છે. ટ્વિટર પર ફોટો શેર કરતી વખતે, અલાનાએ લખ્યું-રમતના અદ્ભુત જ્ઞાનની સાથે સાથે ચતુરાઈનો કોઈ મેળ નથી. વાતચીત માટે યુઝવેન્દ્ર ચહલનો આભાર.

​​અલાના કિંગ ‘લેડી શેન વોર્ન’

26 વર્ષની લેગ સ્પિનર ​​અલાના કિંગને લેડી શેન વોર્ન કહેવામાં આવે છે. તેણે આ વર્ષે ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યૂ કર્યું હતું અને તે ટીમની અગ્રણી બોલર બની ગઈ છે. તેણે 24 આંતરરાષ્ટ્રીય મેચમાં 31 વિકેટ ઝડપી છે. કિંગ એંગ્લો-ઈન્ડિયન મૂળની છે, તેના માતાપિતા બંને ચેન્નાઈથી મેલબોર્નમાં સ્થળાંતરિત થયા હતા. તેણે આ વર્ષે મહિલા T20 ચેલેન્જમાં પણ ભાગ લીધો હતો. અલાના કિંગે હરમનપ્રીત કૌરની ટીમ સુપરનોવાસ તરફથી રમતા 3 મેચમાં 5 વિકેટ લીધી હતી. તેણે ફાઈનલ મેચમાં ત્રણ વિકેટ લઈને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી.

ચહલ વર્લ્ડકપમાં મહત્વપૂર્ણ સાબિત થશે

ભારતીય ટીમ 15 વર્ષથી T20 વર્લ્ડકપની ટ્રોફીની રાહ જોઈ રહ્યું છે. યુઝવેન્દ્ર ચહલ ચોક્કસપણે ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ભાગ લેશે પરંતુ તે ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે. તેને ગયા વર્ષે યોજાયેલી ટુર્નામેન્ટમાં રમવાની તક મળી ન હતી. તેણે T20માં ભારત માટે 69 મેચમાં 85 વિકેટ લીધી છે.

أحدث أقدم