મોરબીનો પુલ તૂટતા મોટી જાનહાનિ, અમિત શાહ સહિત અનેક નેતાઓએ વ્યક્ત કર્યુ દુખ

Morbi bridge collapsed : આ ઘટના સ્થળના અનેક ભયાનક વીડિયો સામે આવ્યા છે. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે. આ ઘટનામાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિત અનેક નેતાઓએ સંવેદના વ્યક્ત કરી છે.

મોરબીનો પુલ તૂટતા મોટી જાનહાનિ, અમિત શાહ સહિત અનેક નેતાઓએ વ્યક્ત કર્યુ દુખ

મોરબી પુલ ધરાશાયી

છબી ક્રેડિટ સ્ત્રોત: TV9 gfx

ગુજરાતના મોરબીમાં ઝૂલતો પૂલ તૂટતા દુર્ઘટના બની છે. જેમાં ઝૂલતો પૂલ તૂટતા અનેક લોકો પાણીમાં પડ્યા છે. જેમાં 60 થી વધુ લોકોના મોત થયા છે. આ આંકડો વધાવાની શકયતા છે. બચાવ કામગીરી હાલ ચાલી રહી છે.આ ઘટના સ્થળના અનેક ભયાનક વીડિયો સામે આવ્યા છે. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે. આ ઘટનામાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિત અનેક નેતાઓએ સંવેદના વ્યક્ત કરી છે. આ દુર્ઘટના અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યુ દુખ

PMO India દ્વારા ટ્વિટ કરીને જાણ કરવામાં આવી છે કે, વડાપ્રધાન મોદી એ મોરબીમાં થયેલી દુર્ઘટના અંગે ગુજરાતના મુખ્યપ્રધાન અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી હતી. તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમોની એકત્રીકરણની માંગ કરી છે. તેમણે પરિસ્થિતિ પર નજીકથી અને સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે.કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાયની કરી જાહેરાત

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી

મોરબી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવાર જનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રુપિયાની સહાયની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને પોતાના તમામ કાર્યક્રમ રદ્દ કર્યા છે અને મોરબી જવા રવાના થયા છે.

અમિત શાહની ટ્વિટ

ગૃહ મંત્રી અમિત શાહે પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અધિકારીઓ સાથે વાત કરી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ટ્વિટ

મંત્રી બ્રિજેશ મેરજાનું ટ્વિટ

ગુજરાત કેબિનેટમાં પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા એ પણ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ છે.

રાહુલ ગાંધીનું ટ્વિટ

દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલનું ટ્વિટ