પીએમ નેશનલ સ્કીમમાંથી મળશે મફત લેપટોપ! પીઆઈબીએ આપ્યા તમારા કામના સમાચાર

પીઆઈબીએ PM National Laptop Schemeમાં નોંધણી કરાવનારા વિદ્યાર્થીઓ માટે નોટિસ જાહેર કરી છે. આ યોજના હેઠળ ધોરણ 9 થી ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ માંગવામાં આવી હતી.

પીએમ નેશનલ સ્કીમમાંથી મળશે મફત લેપટોપ! પીઆઈબીએ આપ્યા તમારા કામના સમાચાર

પ્રતિકાત્મક તસવીર

પ્રધાનમંત્રી લેપટોપ વિતરણ યોજના માટે અરજી કરનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. પીઆઈબી (PIB) દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં દાવો કરવામાં આવ્યો છે કે, પીએમ નેશનલ લેપટોપ સ્કીમની વેબસાઈટ નકલી છે. પીઆઈબીએ કહ્યું છે કે, સરકાર દ્વારા આવી કોઈ યોજના શરૂ કરવામાં આવી નથી. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ધોરણ 9થી ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવામાં આવશે જેમણે વેબસાઇટ pmssgovt.online પર નોંધણી કરાવી છે.

પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ફ્રી લેપટોપ માટે ઓનલાઈન અરજીઓ માંગવામાં આવી રહી છે. આ માટે વિદ્યાર્થીઓ પાસેથી 450 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી પણ માંગવામાં આવી છે. પીઆઈબીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

PIB ફેક્ટ ચેકમાં ખુલસો

પ્રધાનમંત્રી લેપટોપ યોજના 2022ને લઈને ઘણા સમાચારો ચાલી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સ્કીમ હેઠળ HP કંપનીના લેપટોપનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ લેપટોપ i3 11મી જનરેશનના હશે. તેમજ 8 જીબી રેમ સાથે 512 જીબી એસએસડી આપવાનું કહેવામાં આવી રહ્યું છે.

પીએમ લેપટોપ યોજના હેઠળ, વિદ્યાર્થીઓને સત્ર 2022-23માં લેપટોપ આપવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, ધોરણ 9 થી ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓને લેપટોપનું વિતરણ કરવામાં આવશે. પીઆઈબીએ કહ્યું છે કે, આવી કોઈપણ વેબસાઈટ પર નોંધણી કરાવતા પહેલા તમારે સત્તાવાર સૂચના તપાસવી પડશે.

વિદ્યાર્થીઓ પાસેથી માંગવામાં આવ્યા ડોક્યૂમેન્ટ્સ

જેમાં વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન દરમિયાન અનેક પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ પાસે આધાર કાર્ડ, માર્કશીટ, બેંક વિગતો, પાસબુક અને ફોટો માંગવામાં આવ્યા છે. PIB દ્વારા આપવામાં આવેલી નોટિસ બાદ રજીસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગી શકે છે.

PM Free Laptop Schemeના આ ખુલાસા પછી, વિદ્યાર્થીઓને સરકારની સત્તાવાર વેબસાઇટ પર કોઈપણ યોજના વિશે વાંચ્યા પછી જ અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. રજીસ્ટ્રેશન ફીના નામે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે. આ સાથે વિદ્યાર્થીઓની બેંક વિગતો, આધાર કાર્ડ અને માર્કશીટ જેવા દસ્તાવેજો પણ માંગવામાં આવી રહ્યા છે.

Previous Post Next Post