No results found

    લ્યો બોલો! હવે માર્કેટમાં આવી કોલ્ડ કોફી મેગી, લોકો એ કહ્યું - હવે આવી વસ્તુ જોવાની હિંમત નથી થતી

    હવે આ તમામને ટક્કર આપવા માર્કેટમાં એક નવી મેગી આવી છે. સોશિયલ મીડિયા પર હાલમાં કોલ્ડ કોફી મેગીનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

    લ્યો બોલો! હવે માર્કેટમાં આવી કોલ્ડ કોફી મેગી, લોકો એ કહ્યું - હવે આવી વસ્તુ જોવાની હિંમત નથી થતી

    cold coffee Maggi Viral Video

    Image Credit source: Instagram

    Cold Coffee Maggi Video : સોશિયલ મીડિયા પર કેટલીકવાર એવા વીડિયો જોવા મળે છે, જેને જોઈને લોકોનો મૂડ ખરાબ થઈ જાય છે. લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે અને સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માટે વિચિત્ર વાનગી બનાવતા હોય છે. તમે કેકવાળી મેગી, મેન્ગો મેગી, કોકો-કોલા મેગી જેવી અનેક વીડિયો જોયા હશે. હવે આ તમામને ટક્કર આપવા માર્કેટમાં એક નવી મેગી આવી છે. સોશિયલ મીડિયા પર હાલમાં કોલ્ડ કોફી મેગીનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

    આ વાયરલ વીડિયોમાં એક ફૂડ સ્ટોલનો નજારો જોઈ શકાય છે. એક વ્યક્તિ પાત્રમાં કોલ્ડ કોફી નાંખે છે. પછી તેમાં મેગી નાંખે છે. તેની સાથે સાથે તે પાત્રા ટેસ્ટમેકર, મરચુ જેવી સામગ્રી નાંખે છે. તે છેલ્લે કોફી પાઉડર પણ નાંખે છે. તે મેગીને સર્વ પણ કરે છે. આ વિચિત્ર મેગીનો રંગ પણ વિચિત્ર દેખાય રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. તેના વિચિત્ર રંગની જેમ તેનો સ્વાદ પણ વિચિત્ર હશે, તેવુ આ વીડિયોના કેપ્શન પરથી લાગી રહ્યુ છે.

    આ રહ્યો કોલ્ડ કોફી મેગીનો વાયરલ વીડિયો

    આ વિચિત્ર મેગીનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @radiokarohan નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, કોમેન્ટમાં RIP લખો. સોશિયલ મીડિયા પર આ કોલ્ડ કોફી મેગીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે આટલી ખરાબ વસ્તુ મેં ક્યારે જોઈ નથી, આનો સ્વાદ હું તમને ચાખ્યા વગર જણાવી શકુ છુ. બીજા એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, અનર્થ…ઘોર અનર્થ…લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. આવી અનેક રમૂજી પ્રતિક્રિયા સોશિયલ મીડિયા યુઝર આ વીડિયો પર આપી રહ્યા છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال