[og_img]
- MSUની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ અને બી ધ ચેન્જ ગ્રૂપનું અભિયાન આભાર 6.0
- વર્ષ 2016થી દેશની વિવિધ બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને કાર્ડ મોકલવામાં આવે છે
- #Aabhar 6.0 અંતર્ગત 500 થી વધુ કાર્ડ કચ્છ BSFનાં જવાનોને મોકલવામાં આવશે
દિવાળીની ઉજવણીના ભાગ રૂપે બી ધ ચેન્જ અને એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ કચ્છ બોર્ડર પર તેનાત BSFનાં જવાનોને હાથથી બનાવેલા કાર્ડ્સ મોકલશે. છેલ્લા પાંચ વર્ષથી #Aabhar પ્રવૃત્તિના ભાગ રૂપે દેશની સીમાઓ પર તૈનાત જવાનોને કાર્ડ્સ મોકલવામાં આવે છે. જે અંતર્ગત 15 ઓક્ટોબરના રોજ એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થીઓએ જવાનો માટે કાર્ડ બનાવ્યા હતા. જે વિશે માહિતી આપતા ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનના સેનેટ સભ્ય અને બી ધ ચેન્જ ગ્રૂપના ફાઉન્ડર સરલ પટેલે જણાવ્યું હતું કે, 2016માં ઉરી હુમલા બાદ અમને આ પ્રવૃત્તિ કરવાનો વિચાર આવ્યો કે દેશના જવાનો ભારત માતાની રક્ષામાં રાત દિવસ દેશની સીમાઓ પર તૈનાત રહે છે. જેઓને હાથથી બાનાવેલા દિવાળી કાર્ડ આપીને આભાર વ્યક્ત કરવો જોઇએ. જેની શરૂઆત અમે વર્ષ 2016થી કરી અને વર્ષ 2016માં 750 કાર્ડ ઉરી ખાતે, 2017માં 1000 કાર્ડ કાશ્મીર ખાતે, 2018માં 1500 કાર્ડ બાલાકોટ ખાતે, 2019માં 2000 કાર્ડ કાશ્મીર અને કચ્છ ખાતે અને 2021માં 300 કાર્ડ કચ્છ મોકલ્યા હતા. આ વર્ષે #Aabhar 6.0 અંતર્ગત 500 થી વધુ કાર્ડ કચ્છ BSFનાં જવાનોને મોકલવામાં આવશે.