હાલમાં સોશિયલ મીડિયા પર એક વૃદ્ધ મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વૃદ્ધ મહિલા સાથે એવી ઘટના બને છે કે લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

છબી ક્રેડિટ સ્ત્રોત: twitter
આજે સોશિયલ મીડિયા પર દુનિયાના કોઈપણ ખૂણામાં બનતી ઘટના થોડી જ મિનિટમાં આવી જાય છે. સોશિયલ મીડિયાના કારણે દુનિયામાં લોકો વચ્ચેનું અંતર ઘટ્યુ છે. સોશિયલ મીડિયા પર રોજ અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વૃદ્ધ મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વૃદ્ધ મહિલા સાથે એવી ઘટના બને છે કે લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
દરિયા પ્રત્યે અનેક લોકોને ખુબ પ્રેમ હોય છે. કોઈ દરિયાકિનારે ઊભા રહી તો કોઈ દરિયાની અંદર જઈને તો કોઈ દરિયાની ઉપરના બોટ રાઈડ કરીને દરિયાની સુંદરતાની મજા માણતા હોય છે. વાયરલ થયેલા વીડિયોમાં એક વૃદ્ધ મહિલા ઝડપી બોટમાં બેસીને દરિયાનો આનંદ માણતી દેખાય છે. દરિયાના મોજા વચ્ચે બોટમાં તે સરસ આનંદ માણી રહે છે. અચાનક મોટુ મોજુ આવે છે તે મહિલા બોટમાં નીચે પડે છે. તે મહિલા દરિયામાં પડતા પડતા બચી જાય છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
જ્યારે તમે જાણો છો કે છૂટાછેડા એટલા મોંઘા પડશેpic.twitter.com/lKlpsjRU8H
— Lo+વાઈરલ 🔥 (@TheBest_Viral) 28 ઓક્ટોબર, 2022
આ વાયરલ વીડિયો ટ્વિટર પર @TheBest_Viral નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને ઝડપથી પસંદ કરી રહ્યા છે અને લોકો તેને એકબીજા સાથે જોરદાર શેયર કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે કહ્યું કે, બિચારી દાદી. અન્ય એક યુઝરે લખ્યુ છે કે , હવે મારે બોટ પર નથી બેસવુ , મારી સાથે પણ આવુ થઈ શકે છે. સોશિયલ મીડિયા યુઝર્સ આવી અનેક રમૂજી પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા.