તહેવારમાં વતનમાં જતાં મુસાફરો અટવાયા, સુરતના રેલવે સ્ટેશન પર ભીડભાડ

[og_img]

  • રેલવેની અપૂરતી વ્યવસ્થાને કારણે મુસાફરો અટવાયા
  • રેલવે સ્ટેશન પર ઉત્તર ભારતીય મુસાફરોનો મોટો ઘસારો
  • જીવના જોખમે મુસાફરી કરવા મુસાફરો મજબૂર

વતનમાં પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવા જતાં મુસાફરો સુરતના રેલવે સ્ટેશન પર જ અટવાઈ ગયા છે. ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો ટ્રેન પર બેસીને જવા મજબૂર બન્યા છે. સુરતમાં ઉત્તર ભારતીયના પરપ્રાંતીઓની ખૂબ જ મોટી વસ્તી છે. દિવાળી પર્વ પર તેઓ પરિવાર સાથે પોતાના વતન જવા માટે જતા હોય છે. ત્યારે આ વર્ષે ઉધના રેલ્વે સ્ટેશન પર ઉત્તર ભારતીય મુસાફરોની અંધાધૂંધી જોવા મળી હતી. જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા હતા. પ્લેટફોર્મ પર ઊભા રહેવાની પણ જગ્યા ન મળી રહે તેટલો મુસાફરોનો જનસેલાબ જોવા મળ્યો હતો. ત્યારે મુસાફરોની સુરક્ષાને લઈને પણ મોટા પ્રશ્નો ઊભા થયા હતા.

ઉધના રેલવે સ્ટેશન પર પગ મુકવાની પણ જગ્યા ન હતી

દિવાળીના તહેવાર આવે ત્યારે જ ઘરે જવાના પ્રસંગો બનતા હોય છે. વર્ષ દરમિયાન દિવાળીમાં 4-5 રજા મળતી હોય ત્યારે તે રજાઓમાં પરિવાર સાથે આનંદ કરવા જતા મુસાફરો ભીડભાડમાં જ અટવાઈ ગયા છે. ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતિય મુસાફરોનું માનવ મહેરામણ જોવા મળ્યું હતું. મુસાફરોની એટલી મોટી ભીડ હતી કે પગ મુકવાની પણ જગ્યા ન મળે તેવી સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર ઉધના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર નાની ઉંમરથી લઈ મોટી ઉંમરના હજારોની સંખ્યામાં મુસાફરો જ જોવા મળ્યા હતા.