નકલ કરવા માટે વિદ્યાર્થીનો અનોખો જુગાડ, લોકો એ કહ્યું - કેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ છે !

હાલમાં એક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી એક ચોરીની રીતને સોશિયલ મીડિયા પર શેયર કરી છે. તેમણે શેયર કરેલા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Photo) થઈ રહ્યા છે.

નકલ કરવા માટે વિદ્યાર્થીનો અનોખો જુગાડ, લોકો એ કહ્યું - કેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ છે !

વાયરલ ફોટો

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

રમુજી સમાચાર: તમે શાળા-કોલેજમાં ભણતા સમયે હોશિયાર, એવરેજ અને નાપાસ થનારા તમામ પ્રકારના વિદ્યાર્થીઓ જોયા જ હશે. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે જેમને ભણવામાં જરા પણ મન નથી લાગતુ. તેથી તેઓ મહેનત વગર પરીક્ષામાં પાસ થવાના રસ્તા શોધતા હોય છે. તમે એવા ઘણા વિદ્યાર્થીઓને જોયા હશે, જે પરીક્ષામાં ચોરી કરીને પાસ થતા હોય છે. તેમની ચોરી કરવાની રીત પણ કઈક અલગ હોય છે, કેટલાક લોકો હોશિયાર વિદ્યાર્થીઓના પેપરમાં જોઈને ચોરી કરતા હોય છે, તો કેટલાક લોકો કાપલી બનાવીને પરીક્ષામાં ચોરી કરતા હોય છે. હાલમાં એક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી એક ચોરીની રીતને સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે શેર કરેલા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ (વાયરલ ફોટો) થઈ રહ્યા છે.

સ્કૂલથી કોલેજમાં જતા વિદ્યાર્થીઓના મગજ વધારે તેજસ્વી થઈ જતા હોય છે. પણ તેઓ તેનો ઉપયોગ ભણતરની જગ્યા એ પરીક્ષામાં ચોરી કઈ રીતે કરવી તેના પર લગાવતા હોય છે. કેટલાક લોકો આવી ચોરી કરતા વખતે પકડાય જાય છે અને કેટલાક એવી રીતે ચોરી કરે છે કે કોઈને ખબર પણ નથી પડતી. હાલમાં એક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી એક ચોરીના ફોટો શેયર કર્યા છે.

આ ફોટોમાં વિદ્યાર્થી એ રીતે ચોરી કરવાની રીત અપનાવી છે તેને જોઈ ને તમે પણ ચોંકી જશો. એક વિદ્યાર્થીએ પરીક્ષામાં ચોરી કરવા માટે 11 પેન પર સવાલના જવાબ લખી કાઢ્યા છે. તેણે 11 પેન પર એટલા નાના અક્ષરોથી જવાબ લખ્યા છે કે કોઈની નજર જ ન પડે. પણ આ શિક્ષકે આ ચોરી પકડી પાડી હતી.

આ રહ્યો એ વાયરલ ફોટો

આ મજેદાર ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પ્રોફેસર Yolanda De Lucchi એ શેયર કર્યા છે. આ ફોલોને 3 લાખ કરતા વધારે લોકોએ લાઈક કર્યો છે. તેમની આ ટ્વિટ પર ભારે વાયરલ થઈ રહી છે. 24 હજાર કરતા વધારે લોકોએ આ ટ્વિટને રિ-ટ્વિટ કરી છે. સોશિયલ મીડિયા યુઝર આ ફોટોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, આના કરતા વધારે તેજસ્વી લોકો તો ભારતમાં છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, ભવિષ્યની પરીક્ષામાં ચોરી કરવા માટેનો સારો આઈડિયા મળી ગયો.

أحدث أقدم