الاثنين، 17 أكتوبر 2022

વડોદરા: મંદિરના પૂજારી દંપતિએ ભગવાનની આરતી કરતા વિધર્મીઓએ હુમલો કર્યો

[og_img]

  • શહેરમાં ફરી એક વાર શાંતિ ભંગ કરવાના પ્રયત્નો
  • દંપતિને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડાયા
  • આરતીનો અવાજ ધીમો કરવા મુદ્દે માર મરાયાનો આરોપ

વડોદરામાં મંદિરના પૂજારી અને તેમના પત્ની પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં આરતી કરનાર પૂજારી પર વિધાર્મીઓએ હુમલો કર્યો છે. તેથી દંપત્તિને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડાયા છે. જેમાં આરતીનો અવાજ ધીમો કરવા મુદ્દે માર મરાયાનો આરોપ છે. તેથી હિંદુ સંગઠનોએ SSG પહોંચી વિરોધ વ્યક્ત કર્યો છે.

દંપતિને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડાયા
ઉલ્લેખનીય છે કે વડોદરામાં ફરી એક વાર શાંતિ ભંગ કરવાના પ્રયત્નો થયા છે. જેમાં મંદિરમાં આરતી કરનાર પૂજારી પર વિધર્મીઓએ હુમલો કર્યો છે. તેમાં મંદિરના પૂજારી અને તેના પત્ની પર હુમલો થતા વિસ્તારમાં રોષ ફેલાયો છે. તેમજ પૂજારી દંપત્તિને સારવાર અર્થે એ.એસ.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં આરતીનો અવાજ ધીમો કરવા મુદ્દે દંપતીને માર મરાયાનો આરોપ છે. તેવામાં હિંદુ સંગઠનોએ એસ.એસ.જી પહોંચી વિરોધ વ્યક્ત કર્યો છે. તથા 15 દિવસ અગાઉ આ જ સ્થળે લઘુમતી કોમના લોકો ભાજપમાં જોડાયા હતા.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.