ગેરકાયદે બાંધકામો પર ફરી વળશે બૂલડોઝર ! દ્વારકા બાદ જામનગરમાં પણ તંત્ર દ્વારા ડિમોલીશન હાથ ધરાયું

ડિમોલીશન કાર્યવાહી અંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે,આગામી દિવસોમાં દરિયા કાંઠા વિસ્તારના હજુ વધારે ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે.

TV9 ગુજરાતી

| સંપાદિત: મમતા ગઢવી

ઑક્ટો 23, 2022 | 8:24 AM

રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાને લઈ દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi dwarka) મોટા પાયે ડિમોલીશનની (મેગા ડિમોલિશન ) કાર્યવાહી બાદ જામનગરના દરિયાકાંઠા વિસ્તારમાં ડિમોલીશન હાથ ધરાયું છે. જામનગર (જામનગર) નજીક ખીજડિયા અને સચાણા ગામ વચ્ચેના ગેરકાયદે ધાર્મિક દબાણો હટાવાયા છે અને 25 હજાર ફૂટ જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. મહેસુલ અને પોલીસ વિભાગની ટીમની ઉપસ્થિતિમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતુ.  ડિમોલીશન કાર્યવાહી અંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે,આગામી દિવસોમાં દરિયા કાંઠા વિસ્તારના હજુ વધારે ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે.

મેગા ડિમોલિશનના બીજા રાઉન્ડમાં 21 દબાણો હટાવાયા

દેવભૂમિ દ્બારકાજિલ્લામાં દ્વારકામાં મેગા ડિમોલિશનનો બીજો રાઉન્ડ શરૂ થતા અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તંત્રએ પદ્મતીર્થ નજીક ગેરકાયદે (ગેરકાયદે) નોનવેજ રેસ્ટોરન્ટ સહિતના બિનઅધિકૃત દબાણો હટાવ્યા છે. તંત્રએ ગઇકાલે એક જ દિવસમાં 21 દબાણો હટાવી સપાટો બોલાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે આશરે 1 કરોડની કિંમતના દબાણો હટાવી તંત્રએ વિસ્તારને દબાણ મુક્ત કરી દીધો છે. નોંધનીય છે કે દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

أحدث أقدم