الثلاثاء، 25 أكتوبر 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» સાડીમાં હિના ખાનના ફોટોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, ગ્લેમર જોઈને ફેન્સ થયા ફિદા
ઑક્ટો 24, 2022 | 11:53 PM
TV9 ગુજરાતી | સંપાદિત: કુંજન શુકલ
ઑક્ટો 24, 2022 | 11:53 PM
ટીવી અભિનેત્રી હિના ખાન મોર્ડન ડ્રેસીસની જેમ ટ્રેડિશનલ કપડા પણ ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં કેરી કરે છે. હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સાડીમાં કેટલીક તસવીરો શેર કરી છે.
આ સાડી પહેરીને હિનાએ એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. ટીલ રંગની સાડીમાં હિના ખૂબ જ સુંદર લાગી રહી હતી.
હિનાએ આ સાડી સાથે બોલ્ડ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે.તે જે પણ ફોટો શેર કરે છે, તે થોડી જ વારમાં વાયરલ થઈ જાય છે.
દિવાળીને ધ્યાનમાં રાખીને હિનાએ ગ્લેમરસ મેકઅપ કર્યો છે. તેણે આ મેકઅપ સાથે ઈયરિંગ્સ પણ પહેરી છે.
હિના ખાન તેની બોલ્ડ અદાઓ માટે ઓળખાય છે. અભિનેત્રીનો લુક અવાર-નવાર સોશિયલ મીડિયામાં ચર્ચાનુ કારણ રહે છે.
ટીવી એક્ટ્રેસ હિના ખાને પોતાના કરિયરની શરૂઆત ફેમસ ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી કરી હતી. અક્ષરા તરીકે લોકો તેને ખૂબ પ્રેમ કરતા હતા.