Monday, October 17, 2022

ચાલતી ટ્રેનમાં બબાલ થતા એક યાત્રીને ટ્રેનમાંથી ફેંકી દીધો, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

થોડા સમય બાદ આ બબાલ ઉગ્ર બને છે. યુવક તે આધેડ વ્યક્તિ પર હાથ ઉઠાવે છે, અંતે આધેડ વ્યક્તિ તે યુવા યાત્રીને ટ્રેનની બહાર ફેંકી દે છે. આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

ચાલતી ટ્રેનમાં બબાલ થતા એક યાત્રીને ટ્રેનમાંથી ફેંકી દીધો, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

પશ્ચિમ બેગલ ટ્રેનનો વાયરલ વીડિયો

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

ચોંકાવનારો વીડિયો: આ  વાયરલ વીડિયો પશ્વિમ બંગાળનો છે. આ ઘટના તારાપીઠ રોડ અને રામપુરહાટ રેલવે સ્ટેશન વચ્ચે બની છે. આ વીડિયોમાં જે ટ્રેનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ટ્રેનનું નામ છે હાવડા-માલદા ટાઉન ઈન્ટરસિટી એક્સપ્રેસ. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક આડેધ વયના વ્યક્તિ અને યુવક વચ્ચે કોઈ બાબતે તેમની જ ભાષામાં બબાલ થઈ રહી છે. યુવક નશાની હાલતમાં હોઈ તેવુ લાગી રહ્યુ છે. પણ થોડા સમય બાદ આ બબાલ ઉગ્ર બને છે. યુવક તે આધેડ વ્યક્તિ પર હાથ ઉઠાવે છે, અંતે આધેડ વ્યક્તિ તે યુવા યાત્રીને ટ્રેનની બહાર ફેંકી દે છે. આ ચોકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (વાઈરલ વિડીયો) થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર જે યાત્રીને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યો તેનુ નામ સજલ શેખ હતુ. તે બંગાળના બીરભૂમના રામપુરહાટનો રહેવાસી હતો. તે પોલીસને રેલવે ટ્રેક પર લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. તેની હાલત ગંભીર છે અને તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર વીડિયોના આધારે આરોપીની ધડપકડ કરી લેવામાં આવી છે. તેની સાથે અન્ય કેટલાક લોકો વિરુદ્ઘ પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Arv_Ind_Chauhan નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, કેવા કેવા લોકો હોય છે આ ધરતી પર. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આ માણસને ફાંસીની સજા આપો. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, કઈ પણ કરતા પહેલા પરિવાર વિશે વિચાર કરવો જોઈએ.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.