અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સૂર્યગ્રહણ જોવા માટે કરાયુ ખાસ આયોજન, લોકોએ ટેલિસ્કોપની મદદથી નિહાળી ખગોળીય ઘટના

Ahmedabad: સાયન્સ સિટી ખાતે સૂર્ય ગ્રહણ જોવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ હતુ. લોકો ટેલિસ્કોપમાંથી સૂર્યગ્રહણ નિહાળી શકે તેના માટે ખાસ અદ્યતન ટેલિસ્કોપની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમા લોકોએ સૂર્યગ્રહણ નિહાળ્યુ હતુ.

TV9 ગુજરાતી

| સંપાદિત: મીના પંડ્યા

ઑક્ટો 25, 2022 | સાંજે 7:56

વર્ષ 2022નું આજે (25.10.22) અંતિમ આંશિક સૂર્યગ્રહણ જોવા મળ્યું હતુ. આ સૂર્યગ્રહણ દેશના તમામ ભાગોમાં જોવા મળ્યું હતુ. ગુજરાતના તમામ જિલ્લામાં પણ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતુ. સામાન્ય નાગરિકો સૂર્યગ્રહણ વિશે જાણી શકે અને આ ખગોળીય ઘટનાનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે તે માટે અમદાવાદ (અમદાવાદ)ના સાયન્સ સિટી ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં લોકોએ પહોંચીને સૂર્યગ્રહણ (સૂર્ય ગ્રહણ) વિશે મહત્વની જાણકારી મેળવી હતી.

આ સૂર્યગ્રહણ ચાર ગ્રહોના દુર્લભ યોગ થતા સર્જાયુ હોવાનું ખગોળવિદો (ખગોળશાસ્ત્રીઓ) જણાવી રહ્યા છે. 1300 વર્ષ બાદ આ પ્રકારે 4 ગ્રહોનો દુર્લભ યોગ થતો હોય છે. સૂર્ય ગ્રહણ ગ્રહોના અદ્દભૂત સંયોગથી સર્જાયુ હતુ. લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં આ ગ્રહણને લઈને ભારે કુતુહલ જોવા મળ્યુ હતુ. અમદાવાદ સાયન્સ સિટી ખાતે ટેલિસ્કોપથી સૂર્યગ્રહણ જોવા માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યુ હતુ. અત્યાધુનિક ટેલિસ્કોપમાં લોકોએ આ સૂર્યગ્રહણને નિહાળ્યુ હતુ.

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કોઈપણ ગ્રહણને નરી આંખે ન જોવુ જોઈએ. ત્યારે સાયન્સ સિટી ખાતે ગ્રહણ જોવા આવેલા લોકો માટે આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ખગોળીય ઘટનાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો સાયન્સ સિટી પહોંચ્યા હતા. અમદાવાદમાં સાંજના 4.30થી 6.30 સુધી આ સૂર્યગ્રહણ જોવા મળ્યુ હતુ. સૂર્યગ્રહણ નિહાળનારા લોકોના જણાવ્યા ટેલિસ્કોપમાં આ પ્રકારે તેમણે પ્રથમવાર સૂર્યને નિહાળ્યો હતો અને ગ્રહણ વ્યુ ઘણો જ સુંદર દેખાઈ રહ્યો હતો. નાનકડો એવો ચંદ્ર કેવી રીતે સૂર્યને ઢાંકી દઈને ધીમે ધીમે આગળ વધતો હોય છે. સૂર્યગ્રહણના આ દૃશ્યો જોઈને લોકોને ખગોળીય ઘટના વિશે જાણવા મળ્યુ હતુ.

أحدث أقدم