સોશિયલ મીડિયા પર હાલમાં એક વરરાજાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વરરાજા ઘોડીની જગ્યાએ ગધેડો લઈને લગ્ન કરવા પહોંચ્યો હતો. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો લોકોને ખુબ મનોરંજન આપી રહ્યો છે.
છબી ક્રેડિટ સ્ત્રોત: Instagram
સોશિયલ મીડિયા પર લગ્ન સંબંધિત અનેક વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો તો લાંબા સમય સુધી સોશિયલ મીડિયા પર વાયરલ રહે છે. હાલમાં એક વરરાજાના વરઘોડાએ સૌનુ ધ્યાન ખેંચ્યુ છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક વરરાજાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વરરાજા ઘોડીની જગ્યાએ ગધેડો લઈને લગ્ન કરવા પહોંચ્યો હતો. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો લોકોને ખુબ મનોરંજન આપી રહ્યો છે.
સામાન્ય રીતે વરઘોડામાં વરરાજા ઘોડાગાડી કે ઘોડી પર આવે છે પણ આ વરરાજા ગધેડા પર બેસીને આવ્યા હતા. આ વાયરલ વીડિયોમાં તમે ગધેડા પર બેઠેલા વરરાજાને જોઈ શકો છો. લોકો તેની આસપાસ નાચતા પણ જોવા મળે છે. કેટલાક લોકો આ વરરાજાના ફોટો પણ પાડતા જોવા મળે છે. કેટલાક યુઝર્સ એવો દાવો કરી રહ્યા છે કે આ વીડિયો કોરોના મહામારી સમયનો છે. લોકડાઉન સમયે થોડી છૂટછાટ સાથે લગ્ન કરવાની પરવાનગી મળતી હતી. તે દરમિયાન આ ભાઈને ઘોડી ન મળતા તેણે ગધેડા પર બેસીને વરઘોડો કાઢયો હતો.
આ રહ્યો એ વાયરલ વીડિયો
આ રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર funtaap નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કેવી કેવી વસ્તુ જોવી પડી રહી છે. બીજા એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ક્યાથી આવે છે આવા લોકો. અન્ય એક યુઝરે પોતાના મિત્રને ટેગ કરીને લખ્યુ છે કે, તારા લગ્નમાં આવા જ ગધેડાની જરુર પડશે.