આસોમાં અષાઢી માહોલ ! રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખરીફ પાકને નુકસાન થવાની ભીતિ

અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર અને ધનસુરામાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. તો સાબરકાંઠા અને મહેસાણામાં (mehsana) પણ કડકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.

આસોમાં અષાઢી માહોલ ! રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખરીફ પાકને નુકસાન થવાની ભીતિ

Rain forecast for gujarat

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Oct 08, 2022 | 7:14 AM

રાજ્યમાં (Gujarat ) આસો મહિનામાં અષાઢી જેવો માહોલ છવાયો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેસરની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં (Gujarat Weather)  જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ વરસ્યો છે. અમદાવાદના નારોલમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વડોદરા, આણંદ અને વલસાડના (Valsad) વાપી સહિત કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર અને ધનસુરામાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. તો સાબરકાંઠા અને મહેસાણામાં (mehsana) પણ કડકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે ચોમાસાની ઋતુ સત્તાવાર પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ હવામાનમાં પલટો થતા વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે. જેના લીધે ખેતરમાં ઊભા મગફળી, કપાસ અને ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ પણ છે.

રાજ્યમાં બેવડી ઋતુનો થઈ રહ્યો છે અનુભવ

ચોમાસાની (Monsoon) સત્તાવાર વિદાય બાદ પણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.હવામાન વિભાગની આગાહીના પગલે રાજયમાં મેઘરાજાનું હજુ પુન: આગમન થશે. આગામી 2 અને 3 દિવસમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છમાં વરસાદ પડવાની શકયતા છે. જયારે ગાંધીનગર અને અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે સામાન્ય અને છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જો કે વરસાદની આગાહીના (Rain Forecast) પગલે મગફળીના પાકને મોટુ નુકસાન થઈ શકે છે. જેથી ખેડૂતો (Farmer) મેઘરાજાના પુન: આગમન પગલે ચિંતામાં મુકાયા છે.