Thursday, October 27, 2022

સિંહ સાથે ફૂટબોલ રમતા શખ્સનો વીડિયો થયો વાયરલ, વીડિયો જોઈ દંગ રહી ગયા લોકો

હાલમાં એક શખ્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ શખ્સ સિંહની નજીક જઈ તેમની સાથે ફૂટબોલ રમતો જોવા મળે છે. લોકો તેની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.

સિંહ સાથે ફૂટબોલ રમતા શખ્સનો વીડિયો થયો વાયરલ, વીડિયો જોઈ દંગ રહી ગયા લોકો

વાયરલ વિડીયો

છબી ક્રેડિટ સ્ત્રોત: Instagram

જંગલનો રાજા સિંહ દેખાવમાં જ એટલો ભયાનક હોય છે કે તેનાથી 5 કિમી દૂર રહેલા પ્રાણી કે વ્યક્તિના ચહેરા પર તેનો ખૌફ દેખાવા લાગે છે. તેની એક ત્રાડથી જ ભલભલાના હાથ-પગ ધ્રુજવા લાગે છે. જંગલ સફારી સમયે પણ સિંહને જોઈ લોકોના શ્વાસ અટકી જતા હોય છે. સિંહની નજીક જવાની હિંમત સામાન્ય રીતે કોઈ નથી કરતુ. પણ હાલમાં એક શખ્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ શખ્સ સિંહની નજીક જઈ તેમની સાથે ફૂટબોલ રમતો જોવા મળે છે. લોકો તેની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં તમે એક શખ્સને સૂટ-બૂટમાં જોઈ શકો છો. તે એક ખુલ્લા મેદાનમાં સિંહો સાથે ફૂટબોલ રમી રહ્યો છે. આ નજારો જોઈ પહેલા તો એવુ જ લાગશે કે સિંહો આ શખ્સને થોડીવારમાં ફાડી ખાશે પણ અહીં કઈક અલગ જ દ્રશ્ય જોવા મળે છે. જંગલના આ ખતરનાક શિકારીઓ આ સૂટ-બૂટમાં આવેલા શખ્સ સાથે ફૂટબોલ રમવામાં વ્યસ્ત થઈ ગયા. તે શખ્સ પણ તે સિંહો સામે બેખૌફ બનીને ફૂટબોલ રમતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો કઈ જગ્યાનો છે એ જાણવા નથી મળ્યુ. પણ આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા હતા.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર feline.unity નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયો લાખો લોકો એ જોયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, મને હજુ પણ આ વીડિયો પર વિશ્વાસ નથી થતો કે આ શખ્સ સિંહ સાથે ફૂટબોલ રમી રહ્યો છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, અદ્દભુત વીડિયો. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, ભવિષ્યમાં સિંહ અને માણસો વચ્ચે ફૂટબોલની મેચ રમાશે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.