પાકિસ્તાનની કારમી હારનું દુખ સહન ન કરી શક્યો શાદાબ ખાન, જમીન પર બેસીને રડી પડયો

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી તેના યુવા ખેલાડીઓને કારણે મેચમાં સારુ પ્રદર્શન કરી રહી હતી. પણ હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો સમય ખરાબ ચાલી રહ્યો છે. પહેલી જ મેચમાં ભારત સામે હાર મળ્યા બાદ પાકિસ્તાનની ટીમને ઝિમ્બાબ્વે સામેની મેચમાં 1 રનથી શરમજનક હાર મળી હતી.

પાકિસ્તાનની કારમી હારનું દુખ સહન ન કરી શક્યો શાદાબ ખાન, જમીન પર બેસીને રડી પડયો

શાદાબ ખાન રડ્યો વાયરલ વીડિયો

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

ક્રિકેટ અનિશ્ચિતતાથી ભરેલી રમત છે. અહીં દરેક મેચમાં કઈક એવુ થાય છે જે પહેલા ક્યારેય બન્યુ ન હોય. આજે જે ટીમ ટોપ પર હોય છે , તે કાલે નીચે જતી રહેતી હોય છે. ક્રિકેટની રમતમાં હારને પચાવવી પણ સરળ નથી હોતી. એક હારને કારણે દેશવાસીઓની સાથે સાથે ટીમના દરેક ખેલાડી પર માનસિક રીતે ખરાબ પ્રભાવ પડે છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી તેના યુવા ખેલાડીઓને કારણે મેચમાં સારુ પ્રદર્શન કરી રહી હતી. પણ હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો સમય ખરાબ ચાલી રહ્યો છે. પહેલી જ મેચમાં ભારત સામે હાર મળ્યા બાદ પાકિસ્તાનની ટીમને ઝિમ્બાબ્વે સામેની મેચમાં 1 રનથી શરમજનક હાર મળી હતી.

હાલમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઉપકપ્તાન શાદાબ ખાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ઝિમ્બાબ્વે જેવી ટીમની સામે હાર મળતા શાદાબ ખાન ખુબ દુખી છે. તે જમીન પર બેસીની રડતો દેખાય છે. ત્યારે જ પાકિસ્તાની સપોર્ટ સ્ટાફના એક સદસ્ય તેને સંભાળતા જોવા મળે છે. આ વીડિયો જોઈ પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ પણ ભાવુક થયા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છે.

જમીન પર બેસીને રડી પડયો શાદાબ ખાન

કોણ છે શાદાબ ખાન ?

શાદાબ ખાન એક પાકિસ્તાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે હાલમાં મર્યાદિત ઓવરના ક્રિકેટમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના વાઇસ-કેપ્ટન છે. ઓલરાઉન્ડર ખાન પાકિસ્તાનના સૌથી સફળ T20 બોલરોમાંથી એક છે. તે પાકિસ્તાન સુપર લીગમાં ઈસ્લામાબાદ યુનાઈટેડ અને સ્થાનિક ક્રિકેટમાં નોર્ધનની કેપ્ટનશીપ કરે છે. ઝિમ્બાબ્વે સામેની મેચમાં તેણે 17 રન બનાવ્યા હતા. આ મેચમાં તેણે 3 વિકેટ પણ લીધી હતી. તેણે ભૂતકાળમાં પાકિસ્તાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

દિગ્ગજો એ પાકિસ્તાની ટીમની કરી ટીકા

ઝિમ્બાબ્વે જેવી ટીમ સામે 130 રન પણ ન બનાવી શકનારી પાકિસ્તાની ટીમ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે. શોએબ અખ્તરનું કહેવુ છે કે, પાકિસ્તાનનું ક્રિકેટ સંકટમાં છે. જાવેદ મિયાદાદે કહ્યુ કે, સારા ખેલાડીઓને બહાર કાઢી, ખરાબ ખેલાડીઓને ટીમમાં સામેલ કરતા આવા હાલ થયા છે. પૂર્વ ખેલાડી મોહસિન ખાને જણાવ્યુ કે, શું આ છે આપણી ક્રિકેટ. આપણે ઝિમ્બાબ્વે જેવી ટીમ સામે 130 રન પણ ન બનાવી શકયા. જો આ આપણી બેટિંગ હોય, તો ભગવાન આપણા ક્રિકેટને બચાવે.