ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર શશી થરૂર પ્રચારાર્થે અમદાવાદ પહોંચ્યા, સિનિયર નેતાઓની ગેરહાજરી

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના(Congress) પ્રમુખ પદના ઉમેદવાર શશી થરૂર (Shashi Tharoor)   આજે અમદાવાદની (Ahmedabad)  મુલાકાતે પહોંચ્યા. સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ બાદ શશી થરૂરે ગુજરાત કોંગ્રેસના ડેલીગેટો સાથે બેઠક કરી અધ્યક્ષ પદે પસંદ કરવા માટે મત માંગ્યા

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર શશી થરૂર પ્રચારાર્થે અમદાવાદ પહોંચ્યા, સિનિયર નેતાઓની ગેરહાજરી

Shashi Tharoor In Ahmedabad

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના(Congress) પ્રમુખ પદના ઉમેદવાર શશી થરૂર (Shashi Tharoor)   આજે અમદાવાદની (Ahmedabad)  મુલાકાતે પહોંચ્યા. સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ બાદ શશી થરૂરે ગુજરાત કોંગ્રેસના ડેલીગેટો સાથે બેઠક કરી અધ્યક્ષ પદે પસંદ કરવા માટે મત માંગ્યા. થરૂર સાથેની બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના મોટાભાગના સિનિયર નેતાઓની ગેરહાજરી ઉડીને આંખે પડી હતી.. થરુરે આ બાબતે કટાક્ષ કરતા જણાવ્યું કે જે સિનિયર હોદ્દેદારો છે તેમને અત્યાર હાલની સિસ્ટમ વધારે ગમતી હશે, તેમને બદલાવ મંજુર નહીં હોય એટલે તેઓ નહીં આવ્યા હોય.. પરંતુ મને મારી જીતનો વિશ્વાસ છે..

બે દાયકા બાદ રાષ્ટ્રીય કોંગ્રેસમાં અધ્યક્ષની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે મલ્લિકાર્જુન ખડકે બાદ બીજા ઉમેદવાર શશી જરૂર પણ આજે ગુજરાતમાં પ્રચાર અર્થે પહોંચ્યા હતા. ગાંધી આશ્રમની મુલાકાત બાદ થરુરે ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક કરી પોતાના માટે મત માંગ્યા.. કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર થરુરે મતદાતાઓ સમક્ષ પોતાનો રોડમેપ અંગે વાત કરતા ‘થરૂર કે 10 સિધ્ધાંત’ થી પોતાની વાત રજૂ કરી.. જેમાં થરૂર રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે તો શું કરવામાં આવશે એની વાત રજૂ કરાઈ છે.. જે મુજબ પાર્ટી સંગઠનમાં આમૂલ પરિવર્તન, સંગઠન કાર્યનું વિકેન્દ્રીકરણ, કોંગ્રેસ મુખ્યાલયને ગતિવિધિઓનું કેન્દ્ર બનાવવું, પાર્ટીના મૂળભૂત સિદ્ધાંતોને પુનઃ જીવિત કરવા, પાર્ટીમાં કાર્યકર્તાની ભાગીદારી માં વધારો કરવો, પાર્ટીમાં મહિલા ભાગીદારીમાં વધારો કરવો, રાજનીતિને સામાજિક કાર્ય સમજી આચરણમાં લાવવા સહિતના મુદ્દાઓ થરુરે રજુ કર્યા..

થરુરે ચૂંટણી અંગે વાત કરતા જણાવ્યું કે અન્ય કોઈ પાર્ટીમાં તેના કાર્યકરોને પોતાના નેતૃત્વની પસંદગી કરવાનો હક નથી.. માત્ર કોંગ્રેસમાં જ લોકતાંત્રિક પધ્ધતિથી અધ્યક્ષની ચૂંટણીઓ થાય છે. કોંગ્રેસની આંતરિક ચૂંટણીઓથી પક્ષ વધારે મજબૂત બનશે.. મારા કે મલ્લિકાર્જુન ખડગે બંને માંથી કોઈની પણ જીત થાય ખરા અર્થમાં જીત કોંગ્રેસ પક્ષની થશે.. ચૂંટણી પરિણામો કોઈપણ આવે હું અંગે ખડગેજી અગાઉની જેમ જ સાથે કામ કરતા રહીશું..

ગાંધી પરિવાર કોંગ્રેસ માટે મૂડી સમાન

કોંગ્રેસ પક્ષમાં ચૂંટણી માત્ર નામની થાય છે. ખરાઅર્થમાં તો ગાંધી પરિવાર જે ઈચ્છે એજ થવા અંગેના આક્ષેપો વચ્ચે શશી થરુરે સ્પષ્ટ કર્યું કે રાહુલ ગાંધી પાર્ટી ચલાવવા માંગતા હોત તો રાજીનામુ ના આપ્યું હોત. રાહુલ ગાંધી પોતાની ભૂમિકાને સમજે છે અને તેઓ ભારત જોડો યાત્રા પર છે..જેને અદભુત આવકાર મળી રહ્યો છે.. રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈપણ બને તે ગાંધી પરિવારથી દૂર રહેવા નહીં માંગે.. ગાંધી પરિવાર કોંગ્રેસ માટે ‘એસેટ’ સમાન છે.

ગેરહાજર સિનિયરોને બદલાવ પસંદ નહીં: થરૂર

મલ્લિકાર્જુન ખડગે જ્યારે આવ્યા ત્યારે કોંગ્રેસનું સમગ્ર નેતૃત્વ તેમની સાથે હતું. જો કે થરૂર ના ચૂંટણી પ્રચારમાં પ્રદેશ ના સિનિયર નેતાઓ અને મોટાભાગના પ્રદેશ ડેલીગેટ્સ ગેરહાજર રહ્યા હતા.. થરૂરે આ બાબત ધ્યાને લેતા કટાક્ષ કર્યો કે મોટાભાગના પ્રદેશોમાં આવું જ બન્યું છે કે પ્રદેશ નેતાઓ મારી સાથે ના હોય.. ગેરહાજર નેતાઓ કદાચ હાલની વ્યવસ્થાથી ખુશ હશે એટલા માટે મારા સાથે ના ઉભા રહ્યા.. પરંતુ હું એ લોકો નો અવાજ છું કે જેઓ કોંગ્રેસ પાર્ટીમાં બદલાવ ઇચ્છે છે. પક્ષના પાયાના લોકો મારા સમર્થનમાં રહેશે. સાથે જ થરુરે તને આપવામાં આવેલ મતદાર યાદીમાં ખોટા ફોન નંબર હોવાનો પણ આક્ષેપ કરતા જણાવ્યું કે કેટલીક જગ્યાએ મતદાતાઓના ખોટા ફોન નંબર પ્રાપ્ત થયા છે.. તેમનો સંપર્ક નથી થઈ રહ્યો પરંતુ તેમને વિનંતી છે કે તેઓ કોંગ્રેસમાં બદલાવ માટે થરૂરના સમર્થન માં મતદાન કરે.. હું જીતવા માટે ચુંટણી લડુ છું, મને વિશ્વાસ છે કે લોકોનુ મને સમર્થન પ્રાપ્ત થશે..

Previous Post Next Post