ઓસ્કાર નોમિનેટેડ ફિ્લ્મ 'છેલ્લો શો' ના બાળ કલાકારોની પસંદગીમાં આ ગુજરાતી વ્યક્તિનું છે મહત્વનું યોગદાન

જામનગરના રાવલસરનો ભાવિન રબારી મુખ્ય ભૂમિકા માટે પસંદગી પામ્યો હતો અને તેની સાથે હાપાના બાવરીવાશ માં રહેતો રાહુલ રામુભાઈ કોળીની પસંદગી થઈ હતી, પરંતુ દુખદ બાબત એ છે કે એ જ કલાકારને બ્લડ કેન્સરની બીમારી હતી, તેના કારણે આ ફિલ્મ તેના જીવનનો છેલ્લો  શો બની ગઈ.

ઓસ્કાર નોમિનેટેડ ફિ્લ્મ 'છેલ્લો શો' ના બાળ કલાકારોની પસંદગીમાં આ ગુજરાતી વ્યક્તિનું છે મહત્વનું યોગદાન

છેલ્લો શોના જામનગરના બાળ કલાકારો પાન નલિન અને લલિત જોશી સાથે

ઓસ્કાર નૉમિનેશન (ઓસ્કાર નોમિનેશન)માં પસંદગી પામેલી ફિલ્મ છેલ્લો શો (છેલ્લો શો) એ ગુજરાતનો ડંકો વગાડયો છે અને  ખાસ તો તેના મુખ્ય 5 બાળ કલાકારો પૈકી 3  બાળકો  જામનગરના છે અને કલાકારોની પસંદગીમાં નાટ્ય દિગ્દર્શક લલીત જોશીનું મહત્વનું યોગદાન રહેલું છે. તે ગુજરાતીઓ માટે ગર્વની બાબત છે. છેલ્લો શો (ચેલો શો) ફિલ્મમાં પાંચ બાળ કલાકરોએ પાત્ર ભજવ્યુ છે. જે પાંચેય બાળ કલાકાર કોઈ જાણીતા ચહેરા કે અનુભવી કલાકરો નહીં, પરંતુ સામાન્ય પરીવારમાં આવતા સામાન્ય બાળકોની પંસદગી કરવામાં આવી છે. જે પાંચ પૈકીના 3 બાળક જામનગર (જામનગર) જીલ્લાના છે. જામનગરના વસઈ ગામના ભાવિન રબારીએ લીડ રોલ ભજવ્યો છે તો  હાપાના રીક્ષા ચાલકના પુત્ર રાહુલ કોળીએ સાથે કામ કર્યુ છે.

3000 ઉપરાંત ઓડિશન બાદ થઈ 3 બાળકોની પસંદગી

તાજેતરમાં આંતરરાસ્ટ્રીય સ્તરે રજૂ થયેલ વિખ્યાત દિગ્દર્શક પાન નલિન દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ભારતીય સિનેમાની આ વર્ષ માટે ઓસ્કાર એવાર્ડ નોમિનેશમાં સ્થાન પામનારના ફિલ્મના નિર્માણ પાન નલિન પ્રોડકસન હાઉસને છેલ્લો શો ફિલ્મ માટે ફિલ્મ વાર્તાને અનુરૂપ મુખ્ય બાળ કલાકારોની જરૂરિયાત  હતી . ત્યારે  3000થી વધુ ઓડિશન થઈ  ચૂકયા હતા. ત્યારે આ કામગીરીમાં દિગ્દર્શક દ્વારા  લલિત જોશીને આ કામગીરીમાં સામેલ કરતાં તેઓ એ જામનગર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની શાળાના બાળ કલાકારો જે સાંસ્કૃતિક પ્રવૃતિ સાથે જોડાયેલા હતા, તે તમામનો સંપર્ક કર્યો હતો.

આ રીતે પસંદ થયા 3 બાળ કલાકારો

આ કામગીરી દરમિયાન જામનગરના રાવલસર ગામની ઉતર બુનિયાદી શાળામાં અભ્યાસ કરતો ભાવિન રબારી મુખ્ય ભૂમિકા માટે પસંદગી પામ્યો હતો અને તેની સાથે હાપાની સરકારી શાળામાં અભ્યાસ કરતો અને હાપાના બાવરીવાશમાં રહેતો રાહુલ રામુભાઈ કોળીની પસંદગી થઈ હતી, પરંતુ દુખદ બાબત એ છે કે એ જ કલાકાર બ્લડ કેન્સરની બીમારી હતી તેના કારણે આ  ફિલ્મ તેના જીવન નો છેલ્લો  શો બની ગઈ છે સાથે ત્રીજા બાળ કલાકાર તરીકે પાર્વતી દેવી સ્કૂલનો શોભન સીદી પણ પસંદગી પામ્યો હતો અને સાથે નગરના જાણીતા કલાકાર રફીકભાઈ બાદશાહ પણ એક વિશેષ ભૂમિકામાં જોવા મળ્યા હતા.

અંતિમ પસંદગી માટે અમરેલીના ધારી ગામે વિખ્યાત ફિલ્મ કાસ્ટિંગ ડિરેક્ટર દિલીપ શંકરના માર્ગદર્શનમાં લલીત જોશી અને કલાકારો વર્કશોપ માં જોડ્યા હતા. આમ ઓસ્કાર નોમિનેશન ફિલ્મ છેલ્લો શો ના મુખ્ય બાળ કલાકારોની પસંદગીમાં જામનગરમાં  20 વર્ષથી નાટ્ય પ્રવૃતિ સાથે જોડાયેલ નાટ્ય દિગ્દર્શક લલીત જોશીનો સિહફાળો રહ્યો હતો. ત્યારે  તાજેતરમાં અમદાવાદ ખાતે રાજ્યગૃહ મંત્રી  હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રીમિયર શોમાં હાજર રહી ફિલ્મ ડિરેક્ટર પાન નલિન અને પ્રોડ્યુસર ધીર મોંમાયા દ્વારા લલીત જોશીને બિરદાવીને અભિવાદન કર્યું હતું. ફિલ્મ પ્રોડયુસર વિરલ જૈન વિક્રમ ગોજીય રોનક બાથાની નિર્મિત ફિલ્મ આઈ એમ એ ગુજ્જુમાં પણ એક્ઝિક્યુટિવ  પ્રોડયુસરની જવાબદારી પણ લલિત જોશીએ નિભાવી હતી.

Previous Post Next Post