દિલ્હીની હવા થઇ 'ટાઈટ', અનેક સ્થળોએ ગંભીર સ્તરે પ્રદુષણ

[og_img]

  • કેટલાંક વિસ્તારોમાં પ્રદુષણ ગંભીર સ્તરે પહોચી ગયું
  • 38 વિસ્તારોમાં હવા અત્યંત જોખમી શ્રેણીમાં પહોંચી
  • હવામાનની અસરોને કારણે દિલ્હીમાં ઘટ્યું હતું પ્રદુષણ

દિલ્હીમાં પ્રદુષણની સ્થિતિ વધુ એક વખત વિસ્ફોટક બનતી જણાઈ રહી છે. દિવાળીના આગલા દિવસે છેલ્લા 7 વર્ષમાં સૌથી સ્વચ્છ હવા જોવા મળી હતી. પરંતુ, હવે રાજધાની દિલ્હીની હવા હવે ઝેરીલી થઇ ગઈ છે. દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાંથી જે અહેવાલો મળી રહ્યા છે તે મુજબ, 38 વિસ્તારોમાં હવા અત્યંત જોખમી શ્રેણીમાં પહોંચી ગઈ છે. તો કેટલાંક વિસ્તારોમાં પ્રદુષણ ગંભીર સ્તરે પહોચી ગયું છે.

અત્યારે, આનંદ વિહારમાં PM10- 575 અને PM2.5- 188 ચાલી રહ્યો છે. જે સામાન્ય કરતા 5.5 ગણો વધારે છે. જહાંગીરપૂરીમાં PM10- 410 અને PM2.5- 230 નોંધાયું છે. પંજાબી બાગમાં PM10- 440 અને PM2.5- 206 જોવા મળ્યો. જે સામાન્ય કરતા 4 ગણું વધુ હોવાનું માનવામાં આવે છે. આ જ રીતે દ્વારકામાં PM10- 565 અને PM2.5- 244ના સ્તરે પહોંચી ગયું છે. મેજર ધ્યાનચંદ સ્ટેડીયમ (ઇન્ડિયા ગેટ) માં પણ સ્થિતિ સંતોષકારક નથી. અહી PM10- 342 અને PM2.5- 199 નોંધાયો છે. આ સમયે, ઓખલા, આરકેપુરમ, પટપડગંજમાં પણ પ્રદુષણની સ્થિતિ ખતરનાક થઇ ગઈ છે.

હવે દિલ્હી બાદ જરૂર સ્વચ્છ હવાનો દાવો કરવામાં આવ્યો હતો. ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું કે ઘણા વર્ષો બાદ દિવાળી બાદ પણ પ્રદુષણની સ્થિતિ વિસ્ફોટક નહી થાય. પરંતુ, બાદમાં નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે તે સમયે સ્વચ્છ હવાનું કારણ હવામાનના કારણો હતા. વાસ્તવમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનું માનીએ તો દિવાળીના સમયે બંગાળની ખાડીમાં લો પ્રેશર નિર્માણ થવાને કારણે નોર્થ ઇસ્ટના અનેક રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો અને ભારે પવન પણ ફૂંકાયો હતો. તો, ભારતીય સીમા સાથે જોડાયેલા બાંગ્લાદેશના દરિયા કિનારે ચક્રવાત સિતરંગની અસરને કારણે દિલ્હીને પ્રદુષણ માંથી થોડી રાહત મળી હતી.

જણાવી દઈએ કે, શૂન્યથી 50 વચ્ચે AQI હોય તો હવાની ગુણવત્તા ‘સારી’ ગણાય છે તો, 51 થી 100 વચ્ચે હોય તો ‘સંતોષકારક’, 101 થી 200 વચ્ચે હોય તો ‘મધ્યમ’, 201 થી 300 વચ્ચે હોય તો હવાની ગુણવત્તા ‘ખરાબ’, 301 થી 400 વચ્ચે હોય તો ‘અત્યંત ખરાબ’ અને 401 થી 500 વચ્ચે હોય તો AQI ‘ગંભીર’ માનવામાં આવે છે.

Previous Post Next Post