الأحد، 9 أكتوبر 2022

ચૂંટણી પહેલા પાટણમાં ટિકિટને લઈ રાજકીય ગરમાવો

[og_img]

  • સિદ્ધપુર મત વિસ્તારમાં આજે સ્નેહમિલન કાર્યક્રમ
  • 36 ગામના ક્ષત્રિય જાગીરદાર સમાજનું શક્તિ પ્રદર્શન યોજાશે
  • ચૂંટણી પહેલા ટિકિટ વાચ્છુંક મેદાને આવતા રાજકીય ગરમાવો

વિધાનસભા ચૂંટણી પહેલા પાટણ જિલ્લામાં ટીકીટને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાધનપુરમાં સ્થાનિકોની ટિકિટ માંગ બાદ સિદ્ધપુરમાં પણ ટિકિટ મેળવવા લાઈન લાગી છે. 36 ગામના ક્ષત્રિય જાગીરદાર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન યોજાશે. જે જોતા પાટણના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

સિદ્ધપુરના વિધાનસભા મતવિસ્તારમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે

સિઘ્ઘપુર વિધાનસભા મત વિસ્તારમાં આજે સ્નેહ મિલનના નેજા હેઠળ શક્તિ પ્રદર્શન યોજાશે. સિદ્ધપુર બેઠક પરના 36 ગામના ક્ષત્રિય જાગીરદાર સમાજનું યોજવામાં આવશે. વર્ષ 2017માં આપેલ વચન પૂર્ણ કરવાની માંગ સાથે શક્તિ પ્રદર્શન યોજાશે. ચૂંટણી પહેલા ટિકિટ વાંચ્છુક મેદાને આવતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.