કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત કષ્ટભંજનદેવની વિશાળ ગદાનું વાજતે ગાજતે કરાયુ સ્વાગત, જુઓ વીડિયો

Botad: બોટાદમાં હાલ કિંગ ઓફ સાળંગપુર અંતર્ગત હનુમાનજીની વિશાળકાળ 54ફુટની બ્રોન્ઝની મૂર્તિ સ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં હનુમાનજી દાદાના પગ, છાતીનો ભાગ અને મુખ આવી ગયા છે. જેમાં આજે દાદાની વિશાળ ગદા પણ આવી ગઈ છે, જેનુ વિધિવત રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

TV9 ગુજરાતી

| સંપાદિત: મીના પંડ્યા

ઑક્ટો 24, 2022 | 9:34 PM

બોટાદ (સારવાર)માં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાન હવેથી કિંગ ઓફ સાળંગપુર (સલંગપુરનો રાજા)ના નામથી ઓળખવામાં આવશે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત બોટાદના સાળંગપુર મંદિરમાં 54 ફુટની પ્રતિમાની કામગીરી ચાલી રહી છે. ત્યારે પ્રતિમાના અલગ અલગ પાર્ટ અહીં આવી રહ્યા છે. આજે (24.10.22) સાળંગપુર (સારંગપુર)માં હનુમાનજીના મુખ બાદ વિશાળકાય ગદાનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મંદિરના સાધુ સંતોએ ગદાની વિધિવત પૂજા કરી હતી. આ ગદા 30 ફુટ લાંબી છે અને તેનું વજન 8 ટન છે. થોડા દિવસ પહેલા હનુમાનજીની મૂર્તિનું મુખ અને છાતીનો ભાગ આવ્યો હતો.

વિશાળ 30 ફુટની ગદાનું કરાયુ સ્વાગત

અગાઉ લાખો હરિ ભક્તોના આસ્થાના કેન્દ્ર એવા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર, બોટાદમાં ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રોજેક્ટ અંતર્ગત હનુમાનજીના મુખ અને છાતીના ભાગનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ, સંતોએ વિધિવત પૂજા-આરતી કરી હતી. મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. હાલ સાળંગપુર ધામ ખાતે વિરાટ 54 ફૂટની બ્રોન્ઝની હનુમાનજી દાદાની મૂર્તિની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં મૂર્તિના પગ, છાતીનો ભાગ અને મુખ આવી ગયા છે. જેને ફીટિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે લાઈટ એન્ડ સાઉન્ટ સિસ્ટમ સાથે હનુમાન ચાલીસા તેમજ સાળંગપુર મંદિરનો ઈતિહાસ જાણી શકાય તે મુજબનું આયોજન પ્રશાસન દ્વારા ચાલી રહ્યુ છે.