الأحد، 9 أكتوبر 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» ગ્લુટેન ફ્રી આ અનાજને ડાયેટમાં કરો સામેલ, ચોક્કસ વજન ઘટશે
Oct 09, 2022 | 2:32 PM
TV9 GUJARATI | Edited By: Dhinal Chavda
Oct 09, 2022 | 2:32 PM
નિયમિત વ્યાયામ કરવાની સાથે વજન ઘટાડવા માટે હેલ્ધી ડાયટ લેવું પણ ખૂબ જ જરૂરી છે. તમે તમારા આહારમાં ગ્લુટેન મુક્ત અનાજનો પણ સમાવેશ કરી શકો છો. આ ઝડપી વજન ઘટાડવામાં મદદ કરે છે. આવો જાણીએ કે તમે કયા ગ્લુટેન ફ્રી અનાજને ડાયટમાં સામેલ કરી શકો છો.
બ્રાઉન રાઇસ – બ્રાઉન રાઇસ ગ્લુટેન ફ્રી હોય છે. તે ઝડપી વજન ઘટાડવામાં મદદ કરે છે. તે પેટની ચરબી ઘટાડે છે. આનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. તેમાં આયર્ન, ઝિંક, ફોસ્ફરસ અને મેંગેનીઝ જેવા પોષક તત્વો પણ હોય છે.
ઓટ્સ – તમે નાસ્તામાં ઓટ્સનું સેવન કરી શકો છો. તે ગ્લુટેન ફ્રી છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે ઝડપી વજન ઘટાડવામાં મદદ કરે છે. ઓટ્સમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ હોય છે.
બાજરી – શિયાળામાં બાજરીનું ખુબ સેવન કરવામાં આવે છે. બાજરીના રોટલા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.
ક્વિનોઆ – ક્વિનોઆ ગ્લુટેન ફ્રિ અનાજ છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તે એન્ટીઑકિસડન્ટ ગુણો અને પ્રોટીનથી ભરપૂર છે. તમે ક્વિનોઆનું સેવન ઘણી રીતે કરી શકો છો જેમ કે ખીચડી અને પરાઠા વગેરે.