ઑક્ટો 27, 2022 | 8:28 PM
TV9 ગુજરાતી | સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા
ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રના જલગાવમાં સ્થિત અજંતા અને ઈલોરાની ગુફાઓ વિશ્વ પ્રખ્યાત છે. દુનિયાભરથી લોકો આ રહસ્યમય ગુફાઓ જોવા આવે છે. આ બન્ને ગુફાઓ એકબીજાથી 100 કિલોમીટર દૂર છે. આ ગુફાને યુનેસ્કોની વિશ્વ ધરોહરમાં પણ સ્થાન મળ્યુ છે.
અજંતાની ગુફાને વર્ષ 1983માં યુનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામેલ કરવામાં આવી હતી. અજંતાની ગુફાઓ ઈલોરાની ગુફોથી વધારે જૂની છે. તે ઘોડાના નાળના આકારમાં પહાડ પર સ્થિત 26 ગુફાઓ છે.
તેમાં આવેલી વિહાર ગુફાઓનો ઉપયોગ બૌદ્ધ ધર્મના લોકો કરતા. જ્યારે ચેત્ય ગૃહની ગુફોનો ઉપયોગ ધ્યાન સ્થળ તરીકે થતો હતો.
અજંતાની ગુફાઓ બૌદ્વ ઘર્મને સમર્પિત છે, તેમા બૌદ્વ ઘર્મ સાથે જોડાયેલી અનેક કલાકૃતિઓ હાજર છે.
અજંતાની ગુફાઓમાં બુદ્ધની કલાકૃતિઓની સાથે સાથે પ્રાણીઓ, આભૂષણો અને પહેરવેશ પણ દર્શાવામાં આવ્યા છે. અજંતાની ગુફાઓમાં ગ્રીક કલાઓ જેવી જ સમાનતા જોવા મળે છે.