ગુજરાતમાં આણંદ પાસે વંદે ભારત એક્સપ્રેસ સાથે ગાયની ટક્કર, બે દિવસમાં બીજી ઘટના

ગાંધીનગર-મુંબઈ વંદે ભારત(Vande Bharat Train)  એક્સપ્રેસ શુક્રવારે ગુજરાતના આણંદ(Anand)  સ્ટેશન નજીક એક ગાય સાથે(Cow)  અથડાઈ હતી, જેના કારણે ટ્રેનના આગળના ભાગને નજીવું નુકસાન થયું હતું. એક અધિકારીએ આ જાણકારી આપી. જેમાં નવી સેમી-હાઈ સ્પીડ ટ્રેને એક દિવસ અગાઉ ચાર ભેંસોને ટક્કર મારી હતી અને આગળનો ભાગ બદલવો પડ્યો હતો

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Oct 07, 2022 | 7:35 PM

ગાંધીનગર-મુંબઈ વંદે ભારત(Vande Bharat Train)  એક્સપ્રેસ શુક્રવારે ગુજરાતના આણંદ(Anand)  સ્ટેશન નજીક એક ગાય સાથે(Cow)  અથડાઈ હતી, જેના કારણે ટ્રેનના આગળના ભાગને નજીવું નુકસાન થયું હતું. એક અધિકારીએ આ જાણકારી આપી. જેમાં નવી સેમી-હાઈ સ્પીડ ટ્રેને એક દિવસ અગાઉ ચાર ભેંસોને ટક્કર મારી હતી અને આગળનો ભાગ બદલવો પડ્યો હતો. રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું કે તાજેતરની ઘટનામાં ટ્રેનને કોઈ મોટું નુકસાન થયું નથી અને આગળના ભાગને નજીવું નુકસાન થયું છે. શુક્રવારની ઘટના આણંદમાં બપોરે 3:48 વાગ્યે બની હતી. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, “ટ્રેનના આગળના ભાગને નજીવું નુકસાન થયું છે.” તેમણે કહ્યું કે તમામ મુસાફરો સુરક્ષિત છે.


أحدث أقدم