ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીને નવીન બ્લડ કલેક્શન વાનની ભેટ મળી

[og_img]

  • કલેકટર સુપ્રિતસિંઘ ગુલાટીના વરદ હસ્તે બ્લડ કલેક્શન વાનનું લોકાર્પણ
  • વર્ષે 5 બ્લડ ડોનેશન કેમ્પ કરવા જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ લીધી જવાબદારી
  • પાટણ રેડક્રોસ સોસાયટીને અગ્રતાક્રમે મળી નવી બ્લડ કલેક્શન વાન

પાટણની રેડક્રોસ સોસાયટી દ્વારા માનવ કલ્યાણના કાર્યક્રમો થતા રહે છે. લોકોને સુલભ મેડિકલ સેવા પ્રદાન કરવા માટે પાટણના જાણીતા ગાયનેકોલોજી ડૉ.મોહનભાઈ પટેલ, ડૉ.જે.કે.પટેલ, ડૉ.મોનીશ શાહ અને ડૉ.અરવિંદ ભાઈ પટેલ તેમજ અન્ય સેવા ભાવિ ડોકટરો દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો ની સહાય માટે પદમનાભ ચાર રસ્તા નજીક સુંદર રેડક્રોસ ભવન બનાવવામાં આવેલ છે.

પાટણ રેડક્રોસ સોસાયટીને ગુજરાત રાજ્યની રેડક્રોસ સોસાયટી તરફથી પાટણ યુનિટને બ્લડ કલેક્શન વાન અગ્રતા ક્રમે ભેટ મળતા પાટણના રેડક્રોસ ભવન ખાતે શનિવારે એક નાનકડો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.જેમાં પાટણના કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટી ના વરદ હસ્તે બ્લડ કલેક્શન વાન નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડૉ.મોહનભાઈ પટેલ, ડૉ.મોનીસભાઈ શાહ, ડૉ.જે.કે.પટેલે પ્રસંગોચિત વક્તવ્ય આપી આ સંસ્થાના દાતાઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ડોકટરોને વિશેષ સેવાઓ અને બ્લડ કલેક્શન વાનને વધુ કેમ લોક ઉપયોગી બનાવવી તેની માહિતી આપી હતી.

આ પ્રસંગે સંસ્થા માટે ડોનેશન એકત્રિત કરવા તિથિ દાનની જાહેરાત કરતા જગન્નાથજી મંદિર પાટણના મે.ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યેએ તેમના માતૃ સ્વ. ઉર્મિલા બેન આચાર્યના સ્મરણાર્થે રૂપિયા 5000 લખાવીને શરૂઆત કરાવી હતી. આ સંસ્થાના સૌથી વધુ કર્મઠ કર્મચારી જયેશભાઈ ત્રિવેદીએ પિયુષભાઈ આચાર્યને સંસ્થા દ્વારા વિવિધ પ્રવૃત્તિ અને સેવાઓથી અવગત કરાવ્યા હતા. આ બ્લડ કલેક્શન વાનમાં ડૉ.અરવિંદભાઈએ સૌ પ્રથમ બ્લડ ડોનેશન કરી શુભ શરૂઆત કરાવી હતી.

આ પ્રસંગે એક વર્ષમાં પાંચ બ્લડ ડોનેશન કેમ્પ કરી આપવાની જાહેરાત જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ જાહેરાત કરતાં ઉપસ્થિત મહાનુભાવોએ તાળીઓથી વધાવી હતી. પાટણ રેડક્રોસ ભવન ખાતે આયોજિત બ્લડ ડોનેશન વાનના શુભારંભ પ્રસંગે પાટણના પ્રબુધ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post Next Post