કેન્દ્રીય પ્રધાનની તુમાખી, પોલીસ અધિકારીને ધમકાવતા કર્યો અપશબ્દોનો મારો, વીડિયો થયો વાયરલ

કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીનો (Kailash Choudhary) એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પોલીસ અધિકારીઓને ધમકાવતા અપશબ્દો બોલી રહ્યા છે. વીડિયો અનુસાર કેન્દ્રીય મંત્રી એસપી સાથે ફોન પર વાત કરી રહ્યા છે અને ડેપ્યુટી એસપી માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે.

કેન્દ્રીય પ્રધાનની તુમાખી, પોલીસ અધિકારીને ધમકાવતા કર્યો અપશબ્દોનો મારો, વીડિયો થયો વાયરલ

Kailash Chaudhary, Union Minister of State for Agriculture

Image Credit source: Social Media

રાજ્યકક્ષાના કેન્દ્રીય કૃષિ મંત્રી કૈલાશ ચૌધરીનો (Kailash Chaudhary) પોલીસ પ્રત્યે અપશબ્દોનો ઉપયોગ કરવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મંત્રી પોલીસ અધિકારીઓને અપશબ્દો બોલીને તેમને ધમકી આપી રહ્યા છે. વીડિયો અનુસાર કેન્દ્રીય મંત્રી એસપી સાથે ફોન પર વાત કરી રહ્યા છે અને ડેપ્યુટી એસપી માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. ફોન પર વાતચીત દરમિયાન, મંત્રીએ ઘણી વખત પોતાનો ગુસ્સો ગુમાવ્યો અને અપશબ્દો બોલ્યા. હવે તેમની વાતચીતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે બાડમેર જિલ્લાના બાલોત્રામાં (Balotra of Barmer district) સોમવારે રાત્રે અસોત્રા ગામ પાસે કપચીના કોન્ટ્રાક્ટરના ગુંડાઓએ એક બાઇક સવાર યુવકની મારપીટ કરીને તેની હત્યા કરી નાખી હતી.

આ પછી રોષે ભરાયેલા લોકો અને સંબંધીઓના બાલોત્રા ડાક બંગલા સંકુલમાં ચાલી રહેલા ધરણા પર મંત્રી પહોંચ્યા હતા. વીડિયોમાં કેન્દ્રીય મંત્રી, પોલીસ અધિકારીને ગાળો બોલતા ડીએસપીને સસ્પેન્ડ કરવાની અને તેમની સામે કેસ નોંધવાની વાત પણ કરી રહ્યા છે. સાથે જ તે બાલોત્રા ડીએસપી ધનફૂલ મીણાને (DSP Dhanphool Meena) ફોન પર અપશબ્દો બોલી રહ્યો છે.

જણાવી દઈએ કે, બાડમેરના બાલોત્રા વિસ્તારમાં લાંબા સમયથી કપચી માફિયા અને રોયલ્ટી કર્મચારીઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જ્યાં ભૂતકાળમાં પરસ્પર ઝઘડામાં બે-ત્રણ લોકોના મોત થયા છે. સોમવારે રાત્રે બાલોત્રાના આસોત્રા રોડ પર કપચીના વિવાદ બાદ એક યુવકને વાહનની ટક્કર મારી હતી. જેનું જોધપુરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જે બાદ મામલો ગરમાયો હતો.

કેન્દ્રીય મંત્રીએ પોલીસને ધમકી આપી

મૃતકના સંબંધીઓ અને રોષે ભરાયેલા લોકો બાલોત્રા પોસ્ટ બંગલા પરિસરમાં ધરણા કરી રહ્યાં હતા. જ્યા પહોંચેલા રાજ્યકક્ષાના કેન્દ્રીય કૃષિ મંત્રી કૈલાશ ચૌધરીએ પોલીસ અધિકારીને ફોન પર કહ્યું કે ‘મેં તમને કેટલી વાર કહ્યું છે કે અમને આ ગુંડાઓ (રોયલ્ટી કોન્ટ્રાક્ટરો)થી બચાવો. આપણા લોકો રસ્તા પર છે.પણ તેઓ મરી રહ્યા છે…ક્યારેક અકસ્માતે તો ક્યારેક તેઓ જેને ઈચ્છે તેને મારી નાખે છે, આ ગુંડાઓ તેમને માર્યા પછી જતા રહે છે.

તેમણે વધુમાં કહ્યું કે આજે વધુ એકનું મોત થયું છે, હવે અમે લાશ નહીં લઈશું, જ્યાં સુધી અમે તેમની સામે કોઈ કાર્યવાહી નહીં કરીએ. સાથે જ તેમણે એસપીને આગળ કહ્યું કે આ કેસમાં ડીએસપીને સસ્પેન્ડ કરો અને 302નો આરોપી બનાવો, આ અધિકારીના કારણે જ બધી ઘટનાઓ બની રહી છે. જોકે, 24 કલાકમાં પરિવારની માંગણીઓ સંતોષવા બાબતે સહમતી મળતા ધરણાનો અંત આવ્યો હતો.

મંત્રીએ કહ્યું- ડેપ્યુટીને કોણ આદેશ આપે છે

વીડિયોમાં મંત્રીએ વધુમાં કહ્યું કે ‘હવે પાણી માથા ઉપરથી પસાર થઈ ગયું છે, હું પરેશાન થઈ ગયો છું. મેં તમને કેટલી વાર કહ્યું, આખરે, આજે કોઈનો જીવ લેવાયો છે, કપચી કોન્ટ્રાકટરોના દરેક માણસોના હાથમાં પિસ્તોલ છે, અને આ કૂતરાઓ સાથે કોણ ઝઘડે ?