No results found

    સુરતમાં લવ જેહાદના આરોપીને પોલીસે મહારાષ્ટ્રથી દબોચ્યો

    [og_img]

    • સચિન પોલીસે આરોપીને પાલઘર,મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડ્યો
    • આરોપી અબ્દુલ હમીદ મઘી વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ
    • આરોપીએ લાલચ આપી સગીરાનું અપહરણ કર્યું હતું

    સુરત શહેરમાં થોડા દિવસ બનેલી લવ જેહાદના આરોપીની સુરત પોલીસે ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને આરોપી મહારાષ્ટ્રમાં છુપાયો હોવાની માહિતી મળી હતી જે બાદ પોલીસે મહારાષ્ટ્રમાં આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી હતી. ત્યાર બાદ આરોપી મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી ઝડપાયો હતો.

    આરોપી એ થોડા દિવસો પહેલા સુરતમાંથી પોતાના પાડોશમાં રહેતી એક સગીરાનું લલચાવી ફોસલાવીને અપહરણ કર્યું હતું. ત્યાર બાદ સચિન પોલીસે આરોપી અબ્દુલ હમીદ મઘી વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. હાલ સચીન પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો. આરોપી શારૂખ તરીકે પણ ઓળખાય છે. સચિન પોલીસે હાલ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال