Thursday, October 13, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» Karwa Chauth 2022: અંકિતા લોખંડેથી લઈને શ્રદ્ધા આર્ય સુધી, આ પાંચ ટીવી એક્ટ્રેસ ઉજવી રહી છે પ્રથમ કરવા ચોથ
ઑક્ટો 13, 2022 | 7:54 PM
TV9 ગુજરાતી | સંપાદિત: નેન્સી નાયક
ઑક્ટો 13, 2022 | 7:54 PM
સિરિયલ ‘પવિત્ર રિશ્તા’થી ઓળખ મેળવનારી અંકિતા લોખંડે પણ આ વર્ષે તેની પહેલી કરવા ચોથની ઉજવણી કરી રહી છે. અંકિતાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં વિકી જૈન સાથે લગ્ન કર્યા હતા.
સીરિયલ ‘કુંડળી ભાગ્ય’ની ફેમસ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા પણ તેની પહેલી કરવા ચોથની ઉજવણી કરી રહી છે. શ્રદ્ધાએ ગયા વર્ષે નવેમ્બરમાં નેવી ઓફિસર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા.
દિગ્ગજ એક્ટ્રેસ સંયાતાની ઘોષ પણ તેની પહેલી કરવા ચોથની ઉજવણી કરી રહી છે. સંયાતાનીએ આ વર્ષે તેના બોયફ્રેન્ડ અનુરાગ તિવારી સાથે લગ્ન કર્યા.
ઈશ્કબાઝ એક્ટ્રેસ માનસી શ્રીવાસ્તવ તેની પહેલી કરાવવા ચોથની ઉજવણી કરી રહી છે. માનસીએ આ વર્ષે જાન્યુઆરીમાં તેના બોયફ્રેન્ડ કપિલ તેજવાની સાથે લગ્ન કર્યા હતા.
ઈશ્કબાઝમાં જ્હાન્વી ઓબેરોયની ભૂમિકા ભજવનાર મૃણાલ દેશરાજે આ વર્ષે જુલાઈમાં આશિમ મથન સાથે કોર્ટમાં લગ્ન કર્યા હતા, તેણે પણ કરવા ચોથનું વ્રત રાખ્યું છે.