Saturday, October 8, 2022

ગુજરાત આલ્કલીઝ દેશમાં સૌ પ્રથમ હાઈડ્રાઈઝિન હાઈડ્રેટ ઉત્પાદન કરનારી કંપની બનશે

[og_img]

  • PM મોદીના સપનાને સાકાર કરવા જીએસીએલએ રૂ.405 કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપ્યો
  • GACLના રૂ.4105 કરોડના વિવિધ વિસ્તરણ પ્લાન્ટ તા.10 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રને સમર્પિત
  • GACLએ ક્લોરોમીથેન્સ, કોસ્ટિક સોડા વિસ્તરણ, હાઈડ્રેઝીન હાઈડ્રેટનું નિર્માણ કર્યું છે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના રૂ.૪૧૦૫ કરોડના વિવિધ વિસ્તરણ પ્લાન્ટનું તા.૧૦ ઓક્ટોમ્બરના રોજ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેમાં રૂ. ૪૦૫ કરોડના ખર્ચે હાઈડ્રાઈઝિન હાઈડ્રેટ પ્લાન્ટ મહત્વનો છે. આ વિશેષ પ્રકારના રસાયણનું ઉત્પાદન કરનારી આ સૌ પ્રથમ ભારતીય કંપની બનશે.

“આત્મનિર્ભર ભારત”ની દિશા તરફ આગળ વધવામાં મદદ કરશે

GACLના આ વિવિધ પ્લાન્ટ થકી દેશના અમૂલ્ય વિદેશી હૂંડિયામણની બચત થવા સાથે રાષ્ટ્રને “આત્મનિર્ભર ભારત”ની દિશા તરફ આગળ વધવામાં મદદ કરશે. આ સાથે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) સાથેના સંયુક્ત સાહસ જીએસીએલ-નાલ્કો આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ (જીએનએએલ) પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.