Tuesday, October 11, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» લંડનના રસ્તાઓ પર આ એક્ટ્રેસે કરી મસ્તી, કરીના, મલાઈકા સાથે જોવા મળ્યો હતો અર્જુન કપૂર
Oct 11, 2022 | 8:49 PM
TV9 GUJARATI | Edited By: Nancy Nayak
Oct 11, 2022 | 8:49 PM
કરીના કપૂર, નતાશા પૂનાવાલા અને મલાઈકા અરોરા નજીકના મિત્રો છે. હાલમાં જ લંડનમાં ત્રણેયની સુંદર મુલાકાત થઈ હતી, જેની તસવીરો પણ સામે આવી હતી.
નતાશાએ તેના સોશિયલ મીડિયા પર ત્રણેયની તસવીર શેયર કરી છે. તેની સાથે તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર આ અભિનેત્રીઓનું ફ્રેન્ડ સર્કલ અવારનવાર જોવા મળે છે. લેટેસ્ટ પોસ્ટમાં તેમના બોન્ડિંગની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.
વાયરલ ફોટામાં અર્જુન કપૂર પણ ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળ્યો હતો. આ ત્રણેય એક્ટ્રેસ પણ ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહી હતી.
કરીના કપૂર ટૂંક સમયમાં એકતા કપૂર અને હંસલ મહેતા સાથે એક મોટી ફિલ્મમાં જોવા મળશે. મલાઈકા અને અર્જુન હાલમાં લગ્નના સમાચારોથી દૂર તેમના કરિયર પર ફોક્સ કરી રહ્યા છે.