ઝિમ્બાબ્વેની જીતે નહિ પરંતુ મિસ્ટર બીને ચાહકોને લડાવ્યા, જાણો આખો મામલો

T20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચ બાદ બંને દેશોના નેતાઓ પણ મિસ્ટર બીન વિશે સોશિયલ મીડિયા પર ચર્ચા કરી રહ્યા છે.

ઝિમ્બાબ્વેની જીતે નહિ પરંતુ મિસ્ટર બીને ચાહકોને લડાવ્યા, જાણો આખો મામલો

ઝિમ્બાબ્વેની જીતે નહિ પરંતુ મિસ્ટર બીને ચાહકોને લડાવ્યા, જાણો આખો મામલો

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ: ટી 20 વર્લ્ડકપમાં ભારત સામે મળેલી હાર બાદ પાકિસ્તાનના ચાહકો હજુ સુધી આ આંચકામાંથી બહાર આવ્યા નથી. ગુરુવારે તેમને વધુ એક આંચકો આવ્યો છે ઝિમ્બાબ્વે રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનને એક રનથી હાર આપી શાનદાર જીત મેળવી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. ઝિમ્બાબ્વેના ચાહકોએ પાકિસ્તાનને ટ્રોલ કરવાની તક મળી નથી. આ વચ્ચે ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી પણ ટ્વિટરની જંગમાં સામેલ થઈ ગયા હતા. બંન્નેની આમને-સામનેનું કારણ માત્ર પાકિસ્તાનની હાર જ નહિ તેનું એક કારણ મિસ્ટર બીન પણ છે જે આ મેચ બાદ સોશિયલ મીડિયા પર છવાયો હતો.

મિસ્ટર બીન જેણે પોતાની પ્રથમ એનિમેશન સીરિઝ અને ત્યારબાદ ફિલ્મોમાં જોયો હશે. મોટાભાગના લોકોને એ વાત સમજવામાં આવી નથી કે, ઝિમ્બાબ્વેની હારબાદ મિસ્ટર બીન ચર્ચામાં કેમ છે આને લઈ બંન્ને દેશોના મોટા નેતાઓ પર ટ્વિટર પર આમને-સામને આવી ગયા છે.

એક ટ્વિટથી કઈ રીતે શરુ થયો હંગામો

આ સમગ્ર મામલો મેચ પહેલા શરુ થયો હતો પીસીબીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ ટીમની પ્રેક્ટિસ મેચનો ફોટો શેર કર્યો હતો સાથે કેપ્ટશનમાં લખ્યું કે, આગામી ચેલેન્જ માટે તૈયાર, આ ટ્વિટ પર ઝિમ્બાબ્વેના નગુગી ચસુરા નામના ચાહકે કોમેન્ટ કરી અને લખ્યું ઝિમ્બાબ્વેના નાગરિક હોવાથી તે માફ કરશે નહિ એક વખત અસલી મિસ્ટર બીન રોવનના સ્થાને નકલી મિસ્ટર બીન મોકલ્યો હતો. અમે કાલે આનો હિસાબ બરાબર કરીશું, પ્રાર્થના કરો કે વરસાદ તમને બચાવી લે

2016માં પાકિસ્તાને ચાહકોને માત આપી

વર્ષ 2016માં પાકિસ્તાનની ટીમ જ્યારે ઝિમ્બાબ્વે પ્રવાસ ગઈ હતી નકલી મિસ્ટર બીનને પોતાની સાથે લઈ ગઈ હતી. મોહમ્મદ આસિફ નામના એક પાકિસ્તાની કલાકાર છે જે મિસ્ટર બીનની કોપી કરે છે. પીસીબીએ તેને સાથે લઈ ગઈ હતી.નગુગીએ તેની સાથેનો ફોટો ક્લિક કર્યો અને ત્યારબાદ તેને જાણ થઈ કે, તે અસલી મિસ્ટર બીન ન હતો તો તેને ખુબ દુખ થયું. ત્યારબાદ સોશિયલ મીડિયા પર વાત આગની જેમ ફેલાઈ ગઈ હતી. પાકિસ્તાની ચાહકોએ નગુગીને નિશાન પર લેવાની કોશિશ કરી પરતું તેણે કહ્યું કે, પાકિસ્તાન હારશે.

ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિએ પાકિસ્તાન પર કટાક્ષ કર્યો

નગુગી સિવાય, ભાગ્યે જ કોઈને અપેક્ષા હતી કે ઝિમ્બાબ્વે બાજી પલટી શકે,જ્યારે આવું થયું ત્યારે અચાનક તે હીરો બની ગયો. મિસ્ટર બીનની ચર્ચા સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ. ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિએ પણ તેમની ટીમને જીત પર અભિનંદન આપતાં બીનનો ઉલ્લેખ કર્યો હતો. તેણે લખ્યું, ‘ઝિમ્બાબ્વેએ જીત મેળવી છે. અભિનંદન હવે અસલી મિસ્ટર બીન મોકલજો’

أحدث أقدم