યુદ્ધ દરમિયાન પુતિનની મોટી કાર્યવાહી, માર્ક ઝકરબર્ગની કંપની મેટાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું

અમેરિકી ટેક જાયન્ટ અને માર્ક ઝકરબર્ગની કંપની મેટા વિરુદ્ધ મોટું પગલું ઉઠાવતા રશિયાએ તેને આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠનની યાદીમાં સામેલ કરી દીધું છે.

યુદ્ધ દરમિયાન પુતિનની મોટી કાર્યવાહી, માર્ક ઝકરબર્ગની કંપની મેટાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું

ફાઈલ ફોટો

અમેરિકી ટેક જાયન્ટ અને માર્ક ઝકરબર્ગની (Mark Zukerberg) કંપની મેટા વિરુદ્ધ મોટું પગલું ઉઠાવતા રશિયાએ તેને આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠનની યાદીમાં સામેલ કરી દીધું છે. મેટા ફેસબુકની પેરેન્ટ કંપની છે. ફેડરલ સર્વિસ ફોર ફાઇનાન્શિયલ મોનિટરિંગ (રોસફિન મોનિટરિંગ)ના ડેટાબેઝ અનુસાર, રશિયાએ મંગળવારે METAને તેના આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠનોની યાદીમાં સામેલ કર્યું છે.

માર્ચમાં, રશિયન સરકારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અવરોધિત કર્યા હતા. મોસ્કોની અદાલતે માર્ક ઝુકરબર્ગની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઉગ્રવાદી પ્રવૃત્તિનો આરોપ મૂક્યો હતો, અને દાવો કર્યો હતો કે, તે યુક્રેનમાં સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને રશિયનો વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપતી સામગ્રી પોસ્ટ કરવાની મંજૂરી આપી રહી છે. જો કે METAના વકીલે પછી આરોપોને ફગાવી દીધા, અને કોર્ટને કહ્યું કે સંગઠન ક્યારેય ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થયું નથી અને તે રુસોફોબિયા વિરુદ્ધ છે.

આ વર્ષની શરૂઆતમાં, માર્ક ઝકરબર્ગને 963 અગ્રણી અમેરિકનોની યાદીમાં ઉમેરવામાં આવ્યો હતો, જેમના રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ છે. આ યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પણ સામેલ છે.

યુક્રેન પર મિસાઈલ વડે હુમલો

તમને જણાવી દઈએ કે, રશિયાએ METAને એવા સમયે આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠનની યાદીમાં સામેલ કર્યું છે જ્યારે તેણે એક પછી એક દિવસ યુક્રેન પર 75 મિસાઈલ હુમલા કર્યા હતા. રશિયાએ સોમવારે યુક્રેનની રાજધાની કિવ સહિત તેના અનેક શહેરોમાં નાગરિકોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. રાજધાની કિવમાં થયેલા હુમલામાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

أحدث أقدم