ભાવનગરથી દોડતી ટ્રેનો હવે ઈલેક્ટ્રીક એન્જિનથી ચલાવાશે

[og_img]

  • અત્યાર સુધી ભાવનગરથી અમદાવાદ સુધી ડીઝલ એન્જિન ટ્રેન દોડતી હતી
  • ભાવનગર બાંદ્રા ટ્રેન 18 ઓક્ટોબરથી સંપૂર્ણપણે વીજળીથી દોડાવવામાં આવશે
  • ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દોડતી 10 જોડી ટ્રેનોને ઇલેક્ટ્રિક એન્જિનથી ચાલશે

પશ્ચિમ રેલવેએ ભાવનગર રેલવે ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દોડતી 10 જોડી ટ્રેનોને ઇલેક્ટ્રિક એન્જિન સાથે ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ભાવનગર રેલ્વે ડિવિઝનના વિવિધ સ્થળોએ લાંબા સમયથી વિદ્યુતીકરણની કામગીરી ચાલી રહી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગરથી ચાલતી લાંબા અંતરની ટ્રેનો અત્યાર સુધી ભાવનગરથી અમદાવાદ સુધી ડીઝલ એન્જિન અને આગળના સ્થળોએ ઈલેક્ટ્રિક એન્જિનથી ચાલતી હતી. પરંતુ હવે ભાવનગરથી દોડતી ટ્રેનોમાં ઈલેક્ટ્રીક એન્જિનની સુવિધા પણ ઉપલબ્ધ છે. ભાવનગર ટર્મિનસ રેલ્વે સ્ટેશનથી દોડતી ટ્રેનો હવે ડીઝલ એન્જિનને બદલે ઈલેક્ટ્રીક ઇલેક્ટ્રિક એન્જિનથી દોડશે.

17 ઓક્ટોબરથી ટ્રેન નંબર 12971 બાંદ્રા-ભાવનગર, 18 ઓક્ટોબરથી ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા, 18 ઓક્ટોબરથી ટ્રેન નંબર 12941 ભાવનગર-આસનસોલ, 20 ઓક્ટોબરથી ટ્રેન નંબર 12942 આસનસોલ-ભાવનગર, 17 ઓક્ટોબરથી ટ્રેન નંબર 22963 બાંદ્રા-ભાવનગર, 23 ઓક્ટોબરથી ટ્રેન નંબર 22964 ભાવનગર-બાંદ્રા, 20 ઓક્ટોબરથી ટ્રેન નંબર 12755 કાકીનાડા-ભાવનગર, 22 ઓક્ટોબરથી ટ્રેન નં 12756 ભાવનગર-કાકીનાડા, 17 ઓક્ટોબરથી ટ્રેન નંબર 9572 / 9503 / 9528/0952709534 / 9533 ભાવનગર-સુરેન્દ્રનગર-ભાવનગર, 17મી ઓક્ટોબરથી ટ્રેન નંબર 09510/09509 09512/09511 ભાવનગર-પાલિતાણા-ભાવનગર, 17મી ઓક્ટોબરથી ટ્રેન નંબર 09582 ભાવનગર-બોટાદ અને 17મી ઑક્ટોબર 2022 થી ટ્રેન નંબર 09581 બોટાદ-ભાવનગર ઇલેક્ટ્રિક એન્જિનથી દોડશે.

વિદ્યુતિકરણના ફાયદાઓ શુ છે?

વિદ્યુતીકરણના ઘણા ફાયદા છે. અગાઉ ડીઝલથી ચાલતી ટ્રેનોને કારણે પર્યાવરણમાં પ્રદૂષણની સમસ્યા રહેતી હતી, પરંતુ હવે વિદ્યુતીકરણથી ધુમાડો નહીં નીકળે, તેથી પ્રદૂષણની સમસ્યા હવે નિવારી શકાશે, પર્યાવરણને પણ ફાયદો થશે.

Previous Post Next Post