Saturday, October 15, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» રામ મંદિરની નવી ઝલક, જાણો ક્યા દિવસથી રામલલાના કરી શકાશે દર્શન
ઑક્ટો 15, 2022 | 8:22 PM
TV9 ગુજરાતી | સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા
ઑક્ટો 15, 2022 | 8:22 PM
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જે મંદિર બની રહ્યુ છે. તેની કેટલાક નવા ફોટો સામે આવ્યા છે. વરસાદને કારણે આ બાંધકામની ગતિ ધીમી પડી હતી. બાંધકામની ગતિ હવે ફરી ઝડપ પક્ડી છે. ટ્રસ્ટનું માનવુ છે કે, ડિસેમ્બર 2013 સુધી મંદિરનું બાંધકામ પૂરુ થઈ જશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામ મંદિરના બાંધકામ પર નજર રાખી રહ્યુ છે. અને સમયે સમયે રામ મંદિરના ફોટો શેયર કરતા રહે છે. મંદિર ટ્રસ્ટનું માનવુ છે કે, ભગવાન રામ 2024ના જાન્યુઆરી મહિનામાં મકરસંક્રાતિના દિવસે ભવ્ય રામ મંદિરમાં બીરાજશે.
રામ મંદિરનું નિર્માણ કાર્ય ત્રણ ચરણમાં થઈ રહ્યુ છે. વર્ષ 2023 સુધી મંદિરનું ગર્ભગૃહ તૈયાર થઈ જશે. વર્ષ 2024 સુધીમાં મંદિરનું નિર્માણ કાર્ય પૂરુ થશે. અને વર્ષ 2025 સુધીમાં આખુ મંદિર પરિસર બનીને તૈયાર થશે.
વિશાળ બલુઆ પત્થરોથી બની રહેલા રામ મંદિર અદ્દભુત નકશીકામ સાથે તૈયાર થઈ રહ્યુ છે. મંદિર પર કેસરિયો ઝંડો પણ જોવા મળી રહ્યો છે.
વર્ષ 2023ના અંત સુધીમાં મંદિરનું બાંધકામ પૂરુ કરવા માટે યુદ્ધ સ્તર પર કામ ચાલી રહ્યુ છે.
રામ મંદિરના બાંધકામમાં વપરાયેલા ઉચ્ચ ગુણવતાના ગ્રેનાઈટના પત્થરો કર્નાટક અને આંધ્રપ્રદેશથી મંગાવામાં આવ્યા છે.
આ ભવ્ય રામ મંદિરનું કામકાજ લગભગ 1800 કરોડના ખર્ચે પૂરુ થશે.